સમગ્ર ગુજરાતને હચમચાવી દેનાર મોરબીમા બનેલ દુઃખદ ઘટનાના પગલે આજરોજ વિરમગામ નગરપાલિકા તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો વતી આ ઘટના માં ભોગ બનેલ લોકોના પરમાત્માને શાંતિ અર્પે તેવા આશયથી સ્વામી વિવેકાનંદ ટાઉન હોલમા એક અવસાન પામેલા લોકો પ્રત્યે સંવેદના આપવાં ધૂનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
નવા વર્ષનાં પ્રારંભે સમગ્ર રાજ્યની સાથે દેશને હચ મચાવી દેનાર ઘટના જે મોરબી ખાતે મચ્છુ નદી પર આવેલ ઝૂલતો પુલ તુટી પડવાને કારણે અંદાજીત 140 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે વિરમગામ નગરપાલિકા તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સાથે મળીને સમગ્ર રાજ્યમાં જ્યારે શોકમા છે. ત્યારે વિરમગામ વાસીઓએ ઘટનામા ભોગ બનેલ લોકોને પ્રભુ પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થનાં કરવામાં આવી હતી.