2022ની શરૂઆત જ મોંઘવારી સાથે થઇ છે, નવા વર્ષની શરૂઆતમાં જ ઘણી એવી જીવન જરૂરી વસ્તુઓના ભાવમાં વધારો થયો હતો, ત્યારે સીએનજી ગેસના ભાવમાં પણ વધારો થતા અમદાવાદના મેમનગર ફાયર સ્ટેશન ખાતે સવારે 11:00 વાગે સીએનજી ગેસના ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, સાથે જ બપોરે 12:00 અદાણી કંપની આશ્રમ રોડ ગુજરાત વિદ્યાપીઠની ગલીમાં આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. જો કે આ વિરોધ પ્રદર્શન રીક્ષા ચાલકો દ્વારા કરવામાં આવ્યું હતું.
સીએનજી ગેસના ભાવમાં વધારો થતા રીક્ષા ચાલકો દ્વારા અમદાવાદના મેમનગર ફાયર સ્ટેશન ખાતે કરવામાં આવેલ વિરોધ પ્રદર્શન અંતર્ગત 5:00 વાગ્યે રીક્ષા ચાલકોના પાકીંગ બાબતે એરપોર્ટ ખાતે અગત્યની મીટીંગ પણ યોજાવાની છે, આમ ઉપરોકત કામગીરી બાબતે દરેક કારોબારી કમીટી મેમ્બર અને તમામ એરીયા પ્રમુખો અને તમામ સભ્યો સમય-સર હાજરી આપવા સૂચવવામાં આવ્યું છે.