ધંધુકામાં કિશન ભરવાડની હત્યા બાદ રાજ્યભરમા શોકમય વાતાવરણ છે. રાજનેતાઓથી લઈને હિંદુ સંગઠનો અને તમામ વર્ગ આ રીતે થયેલી નિર્દયી હત્યા પર રોષ ઠાલવી રહ્યા છે. આ વચ્ચે કિશન ભરવાડના સાસરીયા વડોદરાથી તેમના સસરા જેસંગભાઇની હૌયાફાટ વેદના સામે આવી છે.
આ વિશે વિગતે વાત કરતા તેમણે કહ્યુ કે હત્યાના આઠ દિવસ પહેલા જ્યારે મારી જમાઇ કિશનભાઇ સાથે ફોન પર વાત થઇ ત્યાતે મે તેમને કહ્યુ હતુ કે તમે સોશિયલ મીડિયા પર જે પોસ્ટ મુકી તેના વિરૂદ્ધ તમારી સામે આવેદનપત્ર આપી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી. હવે તમે ત્યાં ન રહેશો, મામલો થાળે પડી જાય ત્યા સુધી તમે વડોદરા આવી જાવ.
આ સાથે જેસંગભાઇએ કહ્યુ કે તેમણે વેવાઇ શિવાભાઇને કહ્યું કે જમાઇને વડોદરા મોકલી દો. પરંતુ બીજી તરફ આ નરાધમોએ જમાઇ કિશનને વિશ્વાસમાં લીધા અને સમાધાન થઇ તેમ કહી બાદમા દગો કર્યો. પાછળથી હુમલો કરી ગોળીમારી હત્યા કરી નાખી. અમારી વેદના છે કે, તમને અલ્લાહ અને અમારો ઠાકર ક્યારે માફ નહીં કરે.