રાજ્યમા ક્યા સુધી રહેશે કાલિત ઠંડી અને ક્યારે થશે ઉનાળાની શરૂઆત? અંબાલાલ પટેલે નવુ વર્ષ કેવુ રહેશે તે અંગે આપી જાણકારી

Lok Patrika Desk
By Lok Patrika Desk
2 Min Read
Share this Article

રાજ્યમાં આવનારા દિવસોમા વાતાવરણ કેવું રહેશે તે અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જાણકારી આપી છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ માત્ર શિયાળામા કડકડતી ઠંડી પડશે એટલુ જ નહી પણ આ વખતે ઉનાળામા પણ ભારે તડકો રહેશે. આ વર્ષે ઉનાળામાં ગરમીના તમામ રેકોર્ડ બ્રેક થાય તેવી શકયતા છે. માર્ચથી આ ગરમીની શરૂઆત થશે જે એપ્રિલ અને મે મહિનામાં આકરુ સ્વરૂપ બતાવશે.

આ સાથે અંબાલાલ પટેલે કહ્યુ છે કે 3થી 4 માર્ચથી ગરમીમાં વધારો થવાનુ શરૂઆત થશે અને મહત્તમ તાપમાન માર્ચમા 36 ડિગ્રી ઉપર જશે. આ બાદ વાતાવરણમા પલાટો આપવાનુ શરૂ થશે અને 7 અને 8 તેમજ 12થી 14માં માર્ચમાં વાદળછાયું વાતાવરણ રહેશે. માર્ચ મહિનામાં બાદ ગરમીમા વધારો થશે અને 14 થી 19 માર્ચમાં વાતાવરણ બદલયેલુ અનુભવાશે. આ બાદ 20 થી 21 માર્ચમાં ગરમીનું પ્રમાણ વધશે અને સાથે 25 થી 26 માર્ચ દરમિયાન દરિયાના કિનારે પવન ફૂંકાવા લાગશે.

આ સિવાય અંબાલાલ પટેલે અનુમાન લગાવ્યુ છે કે એપ્રિલ મહિનામાં 20 એપ્રિલથી આકરી ગરમી શરૂ થશે. વૈશાખ મહિનામાં લૂ ફુંકાશે અને 9 અને 10 મે મહિનામાં દરિયાકિનારે ધીમે-ધીમે વાવાઝોડાનુ બંધન થતુ જોવા મળશે. આ દરમિયાન બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડાની વધુ અસર રહે તેવી સંભાવના છે. સખત ગરમી સાથે વાતાવરણમાં પલટો આવતા વંટોળ સાથે વરસાદ પણ ખબકી શકે છે. અમુક રાજ્યમા કરા પણ પડી શકે છે.

આ દિવસે થશે દેવગુરુ ઉદય, ચમકશે આ રાશિઓનું નસીબ, જે કામ હાથમા લેશો તેમા મળશે સફળતા

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના મામલે ગુજરાત સરકારે લીધુ મોટૂ પગલુ, ઓરેવા ગ્રુપને શો-કોઝ નોટિસ ફટકારી સ્પષ્ટ કહી દીધુ કે…

ફરી એકવાર મોંઘવારીનો માર ગૃહણીઓ પર, સિંગતેલમા એક સાથે થયો આટલા રૂપિયા ભાવ વધારો

આ બાદ 24 મેથી દરિયામાં હલચલ જોવા મળશે અને તેના લીધે 4 જૂન સુધીમાં કેટલાક ભાગોમાં વરસાદ નોંધાશે. આ બાદ 15 જૂન સુધી દરિયામાં દરિયો તોફાની સ્વરૂપ ધારણ કરશે અને ઊંચા મોજા ઉછળતા જોવા મળશે. કહેવામા આવી રહ્યુ છે કે આ 2023-24 ચક્રવાતનું વર્ષ સાબીત થશે. આ પાછળનુ કારણ સૂર્યની આગળ મંગળનું ભ્રમણ છે.


Share this Article
TAGGED: