Gujarat News: આપણે સૌએ માર્ચ મહિનાનું માવઠું ભોગવ્યું છે. મહિનો શરુ થતાની સાથે જ રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદી માહોલ છવાયો હતો. જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતનાં વિસ્તારોમાં વરસાદ પડતા ખેતરમાં ઉભો પાક નિષ્ફળ ગયો હતો ત્યારે અનેક શહેરમાં પણ કરાં સાથે વરસાદ ખાબક્યો હતો. જો કે કોઈક જગ્યાએ લગ્નના મંડપ પણ હવામા ઉડી ગયા હતા તો ક્યાંક એરંડા સહિતના પાકમાં ભારે નુકશાનની આવી હતી. પરંતુ હવે રાજ્યમાં ફરી પાછો વાતાવરણમાં પલ્ટાની આગાહી કરવામાં આવી છે.
આ આગાહી થતાં જ ખેડૂતોનો જીવ તાળવે ચોંટી ગયો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી દિવસોમાં કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં તા. 8 થી 11 માર્ચ દરમ્યાન વાતાવરણમાં પલ્ટો આવશે. તેમજ પવન અને વાદળછાયું વાતાવરણ રહેશે.
અંબાલાલે એમ પણ વાત કરી કે કચ્છ તેમજ ઉત્તર ગુજરાત કમોસમી વરસાદની પણ આગાહી છે. તો વળી આ સાથે 18 થી 20 માર્ચ દરમિયાન પણ અંબાલાલે વરસાદની આગાહી કરતા ખેડૂતો હવે માવઠાંનો માર વધારે સહન કરવો પડશે એ વિચારથી જ મુંજાઈ રહ્યા છે.
જો કોઈ એવું વિચારે કે ભારત તેના વિના જીતી શકતું નથી તો… ગાવસ્કરે કોહલીને મરચા લાગે એવી વાત કરી
આ તરફ રાજ્યના વાતાવરણને લઈને હવામાન વિભાગે પણ એક આગાહી કરી છે. હવામાન વિભાગના આગાહી કરી કે આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહશે. તેમજ ત્રણ દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી નો વધારો થશે.