ગુજરાતીઓને આ દિવસે ગાત્રો થીજવતી ઠંડીમાંથી મળી જશે મુક્તિ, આંબાલાલ પટેલે કરી મોટી આગાહી, ફટાફટ જાણી લો સારા સમાચાર

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

નવા વર્ષની શરૂઆત થતા જ ઠંડીનો પ્રકોપ વધ્યો છે. આ પાછાળનુ કારણ ઉત્તર ભારતમાં વાતા ઠંડા પવનો છે. ગુજરાતમાં વધી રહેલી ઠંડી વચ્ચે રાજ્યના હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આગાહી મુજબ આગામી પાંચ દિવસ સુધી ઠંડા પવનો ફુંકાશે. આ સિવાય હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે જાન્યુઆરી મહિનામાં ગુજરાતના હવામાનમાં પલટો થશે.

આગામી પાંચ દવસ સુધી ઠંડા પવનો ફુંકાશે

આ સાથે અંબાલાલ પટેલે કહ્યુ છે કે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે અને શરૂઆતના દિવસોમાં હળવા વાદળો, 6 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી દરમિયાન પશ્ચિમ વિક્ષેપ નોંધાશે. આ બાદ ઠંડીમાં વધારો થાય તેવી શકયતા છે. 10, 11 અને 12 જાન્યુઆરીએ હવામાનમાં મોટો પલટો આવશે અને 10 જાન્યુઆરીએ ઠંડા પવનો ફૂંકતા મધ્ય ગુજરાતમા ન્યુત્તમ તાપમાનમાં ઘટાડો થશે.

ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે

આ સિવાય અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યુ છે કે અમદાવાદમાં ન્યુતમ તાપમાન 12 ડિગ્રી, ગાંધીનગરમાં ન્યુતમ તાપમાન 10 ડિગ્રી રહેશે. આ બાદ 16 અને 17 જન્યુઆરીએ ફરી હવામાનમાં પલટો આવશે અને વાતાવરણ વાદળવાયું રહેશે. રાજ્યમા 20 જન્યુઆરી સુધી વાદળવાયું વાતાવરણ રહેવાની શકયતા છે.

 


Share this Article
TAGGED: ,