નવા વર્ષની શરૂઆતમાં ગુજરાતીઓ સ્વેટર અને રેઇનકોટ બંને રાખે તૈયાર, અંબાલાલ પટેલે માવઠાની ઘાતક આગાહી કરી

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

નવા વર્ષ 2024ને હવે એક અઠવાડિયા જેટલો સમય રહ્યો છે. પરંતુ આ નવા વર્ષના પહેલા જ અઠવાડિયામાં કમોસમી માવઠું ધડબડાટી બોલાવી શકે છે. એટલું જ નહીં, રાજ્યના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદની સંભાવના છે. આ આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. જાણો નવા વર્ષ 2024ના શરૂઆતમાં જ હવામાનમાં કેવા ફેરફાર આવી શકે છે.

જાણો શું છે અંબાલાલ પટેલની આગાહી

હાલમાં ગુજરાતમાં આ વર્ષે જોઈએ તેવી ઠંડી શિયાળામાં અનુભવાઈ નથી, પણ આવનારું વર્ષ એટલે કે વર્ષ 2024ની શરૂઆત જ ગુજરાતમાં માવઠા સાથે થાય તેવી શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલએ વ્યક્ત કરી છે. જેમાં પાકિસ્તાનને અડીને આવેલા ગુજરાતના ભાગો તેમજ મહારાષ્ટ્રને અડીને આવેલા ગુજરાતના ભાગોમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે રાજસ્થાને અડીને આવેલા ગુજરાતના સરહદીય વિસ્તારમાં કરા સાથે વરસાદ પડી શકે છે.

અરબ સાગરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો તેમજ પંચમહાલના ભાગોમાં હવામાનમાં પલટો આવતાં કમોસમી વરસાદ રહશે. અરબ સાગરમાં ભેજના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠું થાય તેવી શક્યતા છે. અરબ સાગરનો ભેજ અને બંગાળના સાગરનો ભેજ, બે પરિબળ હવામાનના પલટા માટે કારણભૂત રહેશે.

આ ઉપરાંત દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં કરા સાથે વરસાદ કે ભારે હિમવર્ષા થશે. જમ્મુ કાશ્મીર, હિમાચલ, હરિયાણા અને દિલ્હીના ભાગોમાં કડકડતી ઠંડી પડવાની શક્યતા છે. કોઈ જગ્યાએ તાપમાન 0 ડિગ્રીથી માઇન્સમાં જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

રણબીર અને આલિયાની પુત્રી રાહાની ક્યુટનેસ જોઈ તમને પણ લાડ કરવાનું મન થશે, જુઓ વીડિયો

સમુદ્રમાં સમાઈ ગયેલ દ્વારકા લોકો હવે સબમરીન દ્વારા જોઈ શકશે, વિન્ડો વ્યૂ સાથે દરિયામાં 300 ફૂટની ઉંડાઈએ જશે સબમરીન

વર્ષ પૂરું થયું પણ નોકરીનું જોખમ હજી પૂરું નથી થયું, Paytmએ 1,000 કર્મચારીઓની કરી હકાલપટ્ટી

એટલે કહી શકાય કે વર્ષ 2023 હવે વિદાય લઈ રહ્યું છે અને 2024ના વર્ષનું આગમન થઈ રહ્યું છે ત્યારે નવા વર્ષના પ્રારંભમાં જ હવામાનમાં પલટો આવે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે.


Share this Article