પાલનપુર (ભવર મીણા): હિમાચલપ્રદેશથી ગોવા તરફ ચરસનો જથ્થો કારમાં લઇ જતો યુવકે અનેક સરહદો પાર કરી પરંતુ રાજ્યની અમીરગઢ સરહદ પરની પોલીસની નજરથી ન બચ્યો અને આખરે પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી કાર્યવાહી હાથ ધરી છે. રાજસ્થાનની સરહદે આવેલી અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી આવતી કારને રોકાવી તલાશી લેતા કારની ડીકીમાં સંતાડીને ગુજરાતના માર્ગે ગોવા તરફ લઈ જવાતા ચરસના જથ્થાને પોલીસે ઝડપી પાડ્યો હતો.
અમીરગઢ પી.એસ.આઈ.એમ.કે.ઝાલા જિલ્લા એસઓજી ટિમ દ્વારા ચેકપોસ્ટ પર વાહન ચકિંગ કરાઈ રહ્યું હતું કે દરમિયાન રાજસ્થાન તરફથી આવતી કારમાંથી ચરસ 14 કિલ્લો 643 ગ્રામ કિંમત રૂપિયા 1 કરોડ 46 લાખ 46 હજાર તેમજ મોબાઈલ,કાર,સહિત મુદ્દામાલ જપ્ત કરી કુલ્લુના રાગડી નિવાસી કિરણ નેગીની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.