ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિવાદના સમાચાર તો સમયાંતરે સામે આવતા હોય છે. પરંતુ હવે એક મોટો ઘટસ્ફોટ થયો છે. જે જાણીને તમે પણ ચોંકી જવાના છો. કોંગ્રેસના બે નેતાઓનો ખાત્મો બોલાવવા માટે કોંગ્રેસનાં જ એક મહિલા નેતાએ તાંત્રિકને વિધિ માટેની સોપારી આપી હોવાની ઑડિયો ક્લિપ સામે આવી છે.
આ ઑડિયો ક્લિપમાં મહિલા નેતા કહી રહ્યાં છે કે કોંગ્રેસના એક ધારાસભ્ય અને એક નેતા વિપક્ષને પૂરા કરવાના છે. તાંત્રિક વિધિ કરનારી મહિલા પણ બંને નેતાનો ખાત્મો બોલાવવાની અને ભડાકા કરવાની ખાતરી આપી રહી છે. આ કથિત ઑડિયો ક્લિપમાં જે કોંગ્રેસનાં મહિલા નેતા અમદાવાદની દાણીલીમડા બેઠકના ધારાસભ્ય શૈલેશ પરમારને પૂરા કરવાની તાંત્રિક વિધિની સોપારી આપી રહ્યાં છે.
તેમની સાથે જ અમદાવાદ મહાનગર પાલિકાના નેતા વિપક્ષ શહેજાદ ખાન પઠાણને પણ વિધિ કરીને પૂરા કરવાની સોપારી આપી રહ્યાં છે. કોંગ્રેસનાં જે મહિલા નેતા તાંત્રિકને સોપારી આપી રહ્યાં છે તેના છે દાણીલીમડાનાં કોર્પોરેટર જમનાબહેન વેગડા. આ ઑડિયો ક્લિપમાં જે મહિલા તાંત્રિક છે તે રોજકોટના ધોરાજીનાં હોવાની જાણકારી મળી છે.
કોંગ્રેસનાં નેતા જમનાબહેન વેગડાએ પોતાની જ પાર્ટીના નેતાઓને તાંત્રિક વિધિ કરાવીને પૂરા કરવાની ઑડિયો ક્લિપ વાયરલ થઈ છે. તે અંગે જમનાબહેન વેગડાનું કહેવું છે કે મેં કોઈ તાંત્રિકને વિધિ કરવાની સોપારી આપી નથી. અમદાવાદ મહાનગર પાલિકામાં નેતા વિપક્ષની વરણી વખતે જે મનદુખ હતું તે સમાધાન થઈ ગયું છે અને ધારાસભ્ય શૈલેશભાઈ પરમાર તથા શહેજાદ ખાન પઠાણ સાથે કોઈ મનદુખ નથી.
કોંગ્રેસના બે નેતાઓ પર તાંત્રિક વિધિ કરવા માટેની એક ઓડિયો ક્લિપ સામે આવી છે. આ ઓડિયોમાં જેઓ વાત કરી રહ્યા છે તે હમીદા માતાએ કહ્યું કે, તાંત્રિક વિધિમાં અમને કી ખબર પડતી નથી. અમે માત્ર માળા કરીને લોકો માટે દુઆ કરીએ છીએ. તમામ ધર્મના લોકો અમારી પાસે આવતા હોય છે. લોકો પોતાની સમસ્યા લઈને અમારી પાસે આવે છે. અને અમે લોકો માટે માત્ર દુઆ જ કરીએ છીએ.