ગુજરાતમાં ખૂદ ધારાસભ્યની પત્ની અને ઘર સુરક્ષિત નથી તો જનતાનું શું વિચારવાનું, પત્નીને બાંધી રોકડા અને દાગીના બૂચ મારી ગયા

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat News : રાજ્યમાં સુરક્ષાની વાતો તો ખુબ થાય છે. પરંતુ લૂંટારાઓ, ચોરો અને ગુંડાઓને ક્યાંક કાયદાનો ડર રહ્યો નથી. કારણ કે, હવે તો ખૂદ ધારાસભ્યોના (MLAs) ઘરેથી પણ ચોરીઓ થવા લાગી છે. વાત ભિલોડાના ધારાસભ્ય પી સી બરંડાના (mla pc baranda) ઘરમાં થયેલી લૂંટની છે. જ્યાં ગત રાત્રે ઘરમાં ઘુસીને બે બુકાની ધારીઓએ લૂંટ મચાવતા ચકચાર મચી ગઈ હતી. આ ઘટનામાં ધારાસભ્યના પત્નીને ઘરમાં બંધક બનાવી લૂંટારાઓ દ્વારા લૂંટ કરવામાં આવી હતી.

 

સોના-ચાંદી અને રોકડની લૂંટ 

જેમાં બુકાની ધારીઓ સોના-ચાંદીમાં દાગીના સહિત રોકડની લૂંટ કરીરે ફરાર થઈ ગયા હતા. જોકે આ ઘટના બાદ ધારાસભ્યના પત્ની ગભરાયેલા જોવા મળ્યા હતાં, પોતાના ઘરે લૂંટ થઈ હોવાની જાણ થતાં જ ધારાસભ્ય ગાંધીનગરથી વાકાટીંબા દોડી આવ્યા હતા. બીજી તરફ  અરવલ્લી એસપી સહિતનો પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો, અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં ગણતરીના કલાકોમાં જ પોલીસે બે શકમંદોને ઝડપી પાડી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

ગુજરાતમાં 900 થી વધુ પ્રાથમિક શાળાઓમાં માત્ર એક શિક્ષક, રાજ્ય વિધાનસભામાં આ માહિતી આપવામાં આવી

 Weather Warfare શું છે? મોરોક્કોમાં ભૂકંપના કારણે હજારો લોકોના મોત, શું આ કાવતરું હતું, અકસ્માત પહેલા વિચિત્ર પ્રકાશે ઉભા કર્યા પ્રશ્નો

 મહિલા પત્રકાર ટીવી પર લાઈવ હતી, પાછળથી એક યુવક આવ્યો અને તેને અયોગ્ય રીતે સ્પર્શ કરવા લાગ્યો, વીડિયો થયો વાયરલ

 

લૂંટારાઓ પર પોલીસ કડક કાર્યવાહી કરે 

જો એક ધારાસભ્યનું ઘર જ સુરક્ષિત ન હોય તો સામાન્ય માણસનું ઘર કેવી રીતે સુરક્ષિત રહે. ત્યારે આશા રાખીએ કે, લૂંટારાઓ પર પોલીસ કડક કાર્યવાહી કરે.


Share this Article