ખરેખર કંઈક ખુબ મોટુ રંધાશે એ ફાઈનલ, અર્બૂદા સેનાના આગેવાનોએ અમિત શાહ અને ભુપેન્દ્ર પટેલ સાથે કરી અંગત મુલાકાત, રાજકારણમાં ખળભળાટ

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ બાદ ગુજરાતનુ રાજકારણ ગરમાયુ છે. અર્બૂદા સેનાના આગેવાનોએ અમિત શાહ અને CM ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી છે. આ જોતા આગામી સમયમા ઉતર ગુજરાતના રાજકારણમા કોઈક મોટી ઉથલપાથલ થાય તેવી સંભાવના છે.

મળતી માહિતી મુજબ આંજણા ચૌધરી સમાજ લક્ષી કામગીરી માટે જમીન ફાળવવા, શિક્ષણ અને રોજગારલક્ષી કૌશલ્ય શિક્ષણ જેવા મુદ્દાઓને લઈને જમીનની માંગ કરાઇ છે. નારાજ અર્બૂદા સેનાએ મનાવવા માટે મતદાન પહેલા ભાજપ પ્રયાસ કરી રહી છે. આ પાછળનુ એક કારણ એ પણ છે કે જો અર્બુદા સેનાને મનાવી લેવામાં આવે તો ઉત્તર ગુજરાતની ૩૨ સીટ પર ભાજપને મોટો ફાયદો થઇ શકે છે.

આ આખો મુદ્દો ત્યારે વધારે વણસી ગયો જ્યારે દુધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને મનીલોન્ડરિંગ કેસમાં જેલમાં ધકેલવામા આવ્યા. આ બાદ અર્બુદા સેનાનો આક્રોશ જોવા મળ્યો હતો. તેમણે કહ્યુ છે કે જો વિપુલ ચૌધરીને જેલ બહાર કાઢવામાં નહિ આવે તો આગામી ચૂંટણીમાં સરકારને નુકસાન ભોગવવાનો વારો આવશે.

 

 

 


Share this Article