રાજ્યમાં નકલી ચીજ-વસ્તુઓને સિલસિલો યથાવત, ડીસામાંથી રૂ. 9.50 લાખની કિંમતનું 3,200 કિગ્રા ભેળસેળું ઘી કરાયું જપ્ત

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ ડીસા ખાતેથી શંકાસ્પદ ઘી બનાવતી બે ફેક્ટરીઓ ઝડપી પાડી છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આશરે રૂ. 9.50 લાખની અંદાજીત કિંમતનું શંકાસ્પદ ઘી અને એડલટ્રન્‍ટ તરીકે વપરાતું વનસ્પતી ઘી આશરે 3,200 કિગ્રાનો જથ્થો જપ્ત કરાયો છે.

આ સમગ્ર મામલે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોની જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ અને કટીબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે.જેના ભાગરૂપે બનાસકાંઠાના ડીસા ખાતેથી શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી પકડી પાડીને રૂ. 9.50 લાખની અંદાજીત કિંમતનું શંકાસ્પદ ઘી અને એડલટ્રન્‍ટનો વનસ્પતી ઘીનો આશરે 3,200 કિગ્રા જથ્થો જપ્ત કરાયો છે.

વધુમાં કમિશનરે ઉમેર્યું હતું કે, પાલનપુરના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અને જીલ્લા પોલીસ તંત્રને બનાસકાંઠા ખાતે ઘીમાં ભેળસેળ કરવામાં આવે છે તેવી મળેલ બાતમી મળી હતી જેના આધારે રેડ કરવામાં આવી હતી. જેમાં મે. પદમનાથ ફુડ પ્રોડકટસ, પી.એન. ઇન્ડસ્ટ્રીઝ પાર્ક, રેલવે ફાટક પાસે, ડીસા, પાલનપુર ખાતે પેઢીના માલિક લોમેશ યોગેશભાઈ લીંબુવાલાની હાજરીમાં શંકાસ્પદ ઘીનો એક નમુનો લેવાયો હતો. જયારે અંદાજીત રૂ. 1.62 લાખની કિંમતનો બાકીનો 450 કિગ્રા જથ્થો સ્થળ ઉપર જપ્ત કરવામાં આવ્યો છે .

આ ઉપરાંત ડીસા, બનાસકાંઠા ખાતે આવેલ બીજી પેઢી મે. ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ, રેલવે સ્ટેશન રોડ, ડીસા, બનાસકાંઠા ખાતે તપાસ કરતા સ્થળ ઉપર શંકાસ્પદ ઘી અને એડલટ્રન્‍ટ તરીકે વનસ્પતિ ઘી મળી આવતા પેઢીના માલિક ઠક્કર દિનેશભાઈની હાજરીમાં શંકાસ્પદ ઘીના પાંચ નમુના લેવામાં આવ્યા હતા અને બાકીનો અંદાજીત કિંમત રુ. 5.50 લાખની કિંમતનો આશરે 1,350 કિ. ગ્રા. ઘીનો જથ્થો અને એડલટ્રન્‍ટ તરીકે વનસ્પતિ ઘીના બે નમુના લેવામાં આવ્યા, જ્યારે બાકીનો આશરે અંદાજીત કિંમત રૂ. 2.50 લાખ કિંમતનો 1,400  કિગ્રા જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

મધ્યપ્રદેશના આ 6 કિલ્લાઓ અને મહેલો આજે પણ તેમની સંપૂર્ણ ભવ્યતામાં અસ્તિત્વ ધરાવે છે

‘મોસ્ટ બ્યુટિફુલ વુમન ઓફ ધ મુમેન્ટ’: ઓરી અને ભાભી-2 એટલે કે તૃપ્તિ ડિમરી એક ફ્રેમમાં.. જુઓ, ફોટા

સીમા હૈદરનો ભારતમાંથી દેશનિકાલ કરવામાં આવશે? પહેલા પતિની કરતૂતોથી ફફડી ગઈ, હવે વકીલે પણ કર્યો મોટો ખુલાસો

આ સમગ્ર બાબતે કમિશનરે કહ્યું કે, આ બે રેડમાં ઘી અને વનસ્પતીના કુલ આઠ નમુનાઓ લેવામા આવ્યા છે જેમા અંદાજીત રૂ. 9.50 લાખની કિંમતનો બાકીનો કુલ આશરે 3,200 કિ. ગ્રા. જથ્થો કાયદા મુજબ જપ્ત કરવામા આવ્યો છે. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું.


Share this Article