“મહા” માસમાં માવઠાનો માર: બનાસકાંઠા જિલ્લામાં શિયાળામાં અષાઢી માહોલ સર્જાયો, ધરતીપુત્રોને લાખોનું નુકશાન

Lok Patrika
By Lok Patrika
Share this Article

ભવર મીણા ( પાલનપુર ): મહા માસની કડકડતી ઠંડી વચ્ચે વાતાવરણમાં પલટો આવતા ધરતી પુત્રો ચિંતિત બન્યા છે. બનાસકાંઠા જિલ્લામાં શનિવારની મોડી રાત્રે વીજળીના ચમકારા અને મેઘ ગર્જના સાથે વરસાદ તુટી પડતાં ખેડૂતોમાં ચિંતા વધી ગઇ છે.

ઉત્તર ભારતમાં પડી રહેલી હીમ વર્ષા ને પગલે રાજ્ય ભર માં છેલ્લા એક માસ થી કડકડતી ઠંડી માં લોકો ઠુઠવાઈ રહ્યા છે ત્યારે બનાસકાંઠા સહિત ગુજરાત તેમજ રાજસ્થાન ના સિરોહી જિલ્લા માં શિયાળા માં અષાઢી માહોલ સર્જાતાં ધરતીપુત્રો ને મોઢે આવેલો કોળીયો છીનવાઈ રહ્યો છે.ત્યારે સરકાર દ્વારા ઝડપી ખેતી નુકશાન બાબતે સર્વે કરાવી વળતર ચૂકવવા માં આવે તેવી ખેડૂતો માં માંગ ઉઠી છે.

બનાસકાંઠા સહિત રાજસ્થાન ના સિરોહી જિલ્લા માં શનિવાર ની મોડી રાત્રે વીજળી ના ચમકારા અને મેઘ ગર્જના સાથે રહી રહી ને વરસાદ તુટી પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેથી લોકો ને શિયાળા માં પણ ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. સતત વરસાદ ના લીધે ખેતરો માં લહેરાતો તેમજ તૈયાર થયેલો પાક બગડી ગયો હતો તો બીજી બાજુ પાલનપુર નજીક ના પારપડા ગામ માં આકાશી વીજળી પડતાં નવ જેટલા પશુઓ ના મોત નીપજતાં પશુપાલક માથે આભ તુટી પડ્યું હતું.

ક્યાં પાકમાં નુકશાનની ભીતિ

બનાસકાંઠા જિલ્લામાં માં પડેલા ગાજવીજ સાથે વરસાદ બાદ ખેતરો માં લહેરાતો વરિયાળી,બટાકા,રાયડો,જીરું, ઇસબગુલ શાકભાજી સહિત ઘાસચારા ને નુકશાન થવા નું ખેડૂતો એ જણાવ્યું હતું.

માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા

જિલ્લા માં શનિવાર ની મોડી રાત્રે શરૂ થયેલો કમોસમી વરસાદ થી નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ ના પાણી ભરાઈ ગયા હતા જેથી લોકો ને અવરજવર માં અનેક પરેશાની વેઠવી પડી હતી.

કમોસમી વરસાદે કમ્મર તોડી

જિલ્લા માં સોથી વધુ ખેડૂત તેમજ પશુપાલકો વસવાટ કરે છે જે તમામ ખેડૂતો ખેતી કરી ગુજરાન ચલાવે છે પરંતુ કમોસમી વરસાદે કમ્મર તોડી નાખી દેતા ખેડૂતો મુજવણ માં મુકાઈ ગયા હતા.

ઝડપી સર્વે કરવા ખેડૂતોની માંગ

બનાસકાંઠા જિલ્લામાં માં ભારે વરસાદ પડતાં ખેતી પાક ને નુકશાન થયું છે જે નુકશાની નું સરકાર ઝડપી સર્વે કરાવી વળતર ચૂકવે તેવી માંગ ઉઠી છે.

યુવરાજ સિંહને 3 દિવસ પહેલા જ ખબર હતી કે પેપર ફૂટી જશે, આવેદન આપ્યું છતાં સરકારના પેટનું પાણી ન હલ્યું! જોઈ લો આખો વીડિયો

આ 4 રાશિની છોકરી તમને પત્ની તરીકે મળી હોય તો સમજો બેડો પાર, પતિને રાજાથી પણ વિશેષ રીતે રાખે

સાહેબ ભરતી નહીં આવે તો ચાલશે પણ પેપર ફૂટવા ન જોઈએ… 2014થી અત્યાર સુધીમાં પેપર ફૂટવાનું લિસ્ટ જોઈને ધરતી ધ્રુજી જશે!

પાકનો સોથ વળી ગયો

બનાસકાંઠા જિલ્લામાં શનિવાર ની મોડી રાત્રે પવન ના સૂસવાટા સાથે વરસાદ તુટી પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જોકે પવન ના લીધે ખેતરો માં લહેરાતા પાક નો સોથ વળી ગયો હતો


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly