Big Update: ભાજપે 23 રાજ્યોમાં પ્રભારી અને સહ પ્રભારીઓની નિમણૂંક, પૂર્ણેશ મોદીને બનાવાયા દીવ-દમણના પ્રભારી

Desk Editor
By Desk Editor
Share this Article

National News: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ આગામી લોકસભા ચૂંટણી માટે કેટલાક રાજ્યોમાં રાજ્ય ચૂંટણી પ્રભારી અને સહ-ચૂંટણી પ્રભારીની નિમણૂક કરી છે. ભાજપે 23 રાજ્યોમાં પ્રભારી અને સહ પ્રભારીઓની નિમણૂંક કરી છે. દિલ્હીથી લોકસભાની ચૂંટણી પહેલા 23 રાજ્યોના પ્રભારી જાહેરાત કરવામાં આવી છે.

આ યાદી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને મુખ્યાલય પ્રભારી અરુણ સિંહ દ્વારા બહાર પાડવામાં આવી છે. ભાજપે પ્રભારીઓની જે નવી યાદી બહાર પાડી છે તે મુજબ સૌથી વધુ 3 નેતાઓને પશ્ચિમ બંગાળની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી બનાવાયા છે. તથા પૂર્ણેશ મોદીને દીવ-દમણના પ્રભારી બનાવાયા છે.

 


Share this Article
TAGGED: