જીતવા માટે નેતાઓની બુદ્ધિ બેર મારી ગઈ છે… ગુજરાતની આ બેઠકના ભાજપના ઉમેદવારે કહ્યું-જો મને જીતાડશો તો દારૂ ખુલ્લેઆમ વેચી શકશો

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

ગુજરાતમાં એવું કહેવાય છે કે દારૂબંધી છે. પરંતુ દારૂબંધીની વાસ્તવિક્તા નાના માણસથી લઈને મોટા નેતા પણ જાણે જ છે. ત્યારે હવે ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં આ મુદ્દો ભારે ગાજ્યો છે અને એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જે જોઈને તમારું માથું ફરી જશે, કારણ કે આ વીડિયોમાં નેતાઓ ખુલ્લેઆમ દારુ વેચવાની વાત કરી રહ્યા છે અને મત પોતાની તરફ ધકેલવા માટે પ્રયાસ કરી રહ્યા છે. એક નેતા કહે છે કે, જો હું ધારાસભ્ય બનીશ તો દારૂ તમે ખુલ્લે આમ વહેંચી શકશો જી હા, તમારે છૂપાઈને દારૂ વહેંચવાની જરૂર નહીં પડે આવુ બોલ્યા છે દાંતા બેઠકના ભાજપના ઉમેદવાર છે જેમનો વીડિયો વાયરલ થયો છે.

આપણે બધાને ખબર છે કે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર પણ દારૂ સીધો ઘરે ડીલીવર થાય છે પાછુ અત્યારે તો ચૂંટણી હોવાથી દારૂની તો રેલમછેલ થવાની પુરી શક્યતાઓ છે અને મતદારોને આકર્ષવા નેતાઓ પણ દારૂ મફતમાં વહેંચશે! ત્યારે આવા સમયે દાંતા બેઠકના ભાજપના ઉમેદવાર છે જેમનો વીડિયો ભારે વાયરલ થયો છે તે લાતુભાઈ પારઘી ગ્રામજનોને લાલચ આપી રહ્યા હતા કે, જો તમે મને જીતાડશો તો તમારે સંતાઈને દારૂનું વેચાણ નહીં કરવુ પડે.

આ વીડિયોમાં તમે ચોખ્ખુ સાંભળી પણ શકો છે અને તે બોલી રહ્યા છે કે તે ખુલ્લામાં દારૂ વહેંચવાની વાત કરે છે. આ પહેલા પણ એક સરપંચનો વીડિયો સામે આવ્યો હતો કે જેમાં તે પણ કહે છે કે રાજકીય પક્ષો અમારા ગામમાં દારૂ વહેચે નહીં અને દારૂ વહેચશો તો મત ખોવાનો વખત આવશે એ વાત નક્કી.

 


Share this Article