હવે 5 તારીખે ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પણ થઈ જશે અને 8 તારીખે કોણ ગુજરાતમાં રાજ કરશે એનું પરિણામ પણ આવી જશે. ત્યારે આ વચ્ચે અનેક નેતાઓના અલગ અલગ વીડિયો સામે આવતા રહે છે. એવો જ એક વીડિયો હવે સામે આવ્યો છે અને જે વાયરલ થઈ રહ્યો છે. હવે રાધનપુર ભાજપના ઉમેદવાર લવીંગજી ઠાકોરનો બફાટ સામે આવ્યો છે.
ઉમેદવાર લવીંગજીએ જણાવ્યું કે, મતદાન વખતે જેટલું ખોટું કરવું હોય એટલું કરજો તમણે કહ્યું કે, આ મારી છેલ્લી ચૂંટણી છે અને તમારી અને મારી બન્નેની ભેગી આબરૂ છે એ વાતને ધ્યાનમાં રાખવી. એજન્ટ એવા રાખજો કે સામે કોઈ ખોટું ન કરે અને આપણે જેટલું કરવું હોય એટલું કરજો. હવે આ વીડિયો ચારેકોર વાયરલ કરવામાં આવી રહ્યો છે અને પાર્ટીની પણ આબરુ થઈ રહી છે.
હવે આમ તો પ્રચારની છેલ્લી ઘડી હતી. છતાં પણ નેતાઓ બફાટ કરવાનો એકપણ મોકો મુકતા નથી. રાધનપુર ભાજપના ઉમેદવાર લવીંગજી ઠાકોરનો બફાટ સામે આવ્યો છે. બીજા તબક્કાનું મતદાન 5મી ડિસેમ્બરે થવાનું છે. જેમાં 14 જિલ્લાની 93 બેઠક પર મતદાન પ્રક્રિયા યોજાશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના લઈ રાજકીય પક્ષોના પ્રચારના પડઘમ શાંત થયા છે.