BIG BREAKING: ભાજપે મુરતિયા જાહેર કરી દીધા, ઉમેદવારોની પહેલી યાદી જાહેર, જુઓ કોના કોના પત્તા કપાયા અને કોને લાગ્યો જેકપોટ

Lok Patrika
Lok Patrika
3 Min Read
Share this Article

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે અને આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસે ઉમેદવારોના નામ પણ જાહેર કરી દીધા છે. ત્યારે હવે પહેલા તબક્કાની ચૂંટણી માટે ફોર્મ ભરવા આડે 4 જ દિવસ બાકી છે ત્યારે ભાજપે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. ઘાટલોડિયાથી ભુપેન્દ્ર પટેલ, મોરબીમાં કાંતિ અમૃતિયા, વિજય રૂપાણીની જગ્યાએ ડો. દર્શિતા શાહ, જામનગર દક્ષિણથી રિવાબાને ટિકિટ આપવામાં આવી છે.

 

 • અબડાસા – પ્રધુમનસિંહ જાડેજા
 • માંડવી – અનીરૂધ્ધ દવે
 • ભૂજ –  કેશુભાઈ પટેલ
 • અંજાર – ત્રિકમ છાંગા (માસ્તર)
 • ગાંધીધામ – માલતી મહેશ્વરી
 • રાપર – વિરેન્દ્રસિંહ જાડેજા
 • વિસનગર – ઋષિકેશ પટેલ
 • ખેડબ્રહ્મા અશ્વીન કોટવાલ
 • ગાંધીનગર દક્ષિણ – અલ્પેશ ઠાકોર
 • વિરમગામ – હાર્દીક પટેલ
 • દસાડા- પી.કે. પરમાર
 • લીંબડી- કિરીટસિંહ રાણા  (રિપીટ)
 • વઢવાણ- જિજ્ઞા પંડ્યા
 • ચોટીલા – શામજી ચૌહાણ
 • ધ્રાંગધ્રા- પ્રકાશ વરમોરા
 • મોરબી- કાંતિ અમૃતિયા
 • ટંકારા – દુર્લભજી
 • વાંકાનેર – જીતુ સોમાણી
 • રાજકોટ પૂર્વ  ઉદય કાનગડ
 • રાજકોટ પશ્ચીમ ડો. દર્શીતા શાહ
 • રાજકોટ દક્ષિણ – રમેશ ટિલાળા
 • રાજકોટ ગ્રામ્ય – ભાનુંબેન બાબરીયા
 • ગોંડલ- ગીતાબા જાડેજા (રિપીટ)
 • જેતપુર – જયેશ રાદડીયા
 • કાલાવાડ – મેઘજી ચાવડા
 • જામનગર ગ્રામ્ય – રાઘવજી પટેલ
 • જામનગર દક્ષિણ – રીવાબા જાડેજા
 • જામજોધપુર – ચિમન સાપરિયા
 • પોરબંદર – બાબુ બોખરીયા
 • જુનાગઢ – સંજય કોરડીયા
 • વિસાવદર – હર્ષદ રિબડીયા
 • સોમનાથ – માનસિંહ પરમાર
 • કોડીનાર – ડો. પ્રધુમન વાજા
 • ધારી- જે વી કાકડીયા
 • અમરેલી- કૌશિક વેકરીયા
 • સાવરકુંડલા – મહેશ કશવાલા
 • રાજુલા – હિરા સોલંકી
 • ગઢડા- શંભુનાથ મહારાજ (Ex.MP)
 • જંબુસર – ડી કે સ્વામી
 • વાગરા – અરુણસિંહ રાણા
 • ઝઘડિયા – રિતેશ વસાવા
 • ભરૂચ – રમેશ મિસ્ત્રી
 • અંકલેશ્વર – ઇશ્વર પટેલ
 • સુરત ઇસ્ટ – અરવિંદ રાણા
 • સુરત નોર્થ – કાંતિ બલ્લર
 • વરાછા રોડ  – કિશોર કાનાણી
 • કારંજ – પ્રવીણ ગોધારી
 • લિંબાયત – સંગીતા પાટીલ
 • ઉધના – મનુભાઈ પટેલ
 • મજુરા – હર્ષ સંઘવી
 • કતારગામ – વીનું ભાઈ મોરડીયા
 • સુરત વેસ્ટ – પુર્ણેશ મોદી
 • બારડોલી- ઇશ્વર પરમાર રિપીટ
 • જલાલપોર – આર.સી. પટેલ
 • નવસારી – રાકેશ દેસાઈ
 • વલસાડ – ભરત પટેલ રિપીટ
 • પારડી – કનુ દેસાઈ રિપીટ
 • કપરાડા – જિતુ ચૌધરી રિપીટ

જો ભૂતકાળ તરફ નજર કરીએ તો ભારતીય જનતા પાર્ટીની પેટર્ન રહી છે કે ઉમેદવારોના ફોર્મ ભરવાના હોય તેના ચાર કે પાંચ દિવસ પહેલાં જ ઉમેદવારો જાહેર કરે છે. તેનું કારણ એ છે કે ભાજપના જે ઉમેદવારો જાહેર થાય તેના કારણે ભાજપમાં જ અસંતોષની આગ વધુ ન ફેલાય અને પક્ષને નુકસાન ન થાય જેવી બાબતોનું ધ્યાન પણ પાર્ટી રાખતી આવી છે. ખાસ તો કોંગ્રેસમાંથી આયાતી ઉમેદવારોને જો ટિકિટ અપાય છે તો પક્ષના જ આગેવાનો અને કાર્યકરોમાં કચવાટ ફેલાય છે. આ ભાજપને નુકસાન કરી શકે છે.


Share this Article