ગુજરાત વિધાનસભા ચુંટણીને લઇને રાજ્યમા જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. દરેક રાજનીતીક પક્ષ એડીચોટીનુ જોર લગાવી રહ્યુ છે. હવે દરેક પાર્ટી પોતાના ઉમેદવારોના લિસ્ટ પણ જાહેર કરવા લાગી છે. આ વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. આજે ભાજપે પોતાના ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે.
માહિતી મુજબ ભાજપે અત્યાર સુધીમાં 178 ઉમેદવારોની જાહેરાત કરી છે અને 4 બેઠકના ઉમેદવારોના નામનું એલાન હજિ બાકી છે જેમાં માણસા, ખેરાલુ, રાવપુરા, માંજલપુર બેઠકનો સમાવેશ થાય છે.
મળતી માહિતી મુજબ ભાજપે વધુ 12 ઉમેદવારોને ચુંટણીના મેદાને ઉતાર્યા છે. ચર્ચામા રહેલા અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણથી ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય કલોલથી બકાજી ઠાકોર ચૂટણી લડવાના છે. ઘણા દિવસોથી રાધનપુર બેઠકને લઈને અટકળો ચાલતી જે બાદ લવિંગજી ઠાકોરને ટિકિટ અપાઈ છે અને પાટણથી રાજુલ દેસાઇને ભાજપે મેદાને ઉતાર્યા હોવાના સમાચાર છે.