‘કચ્છની કોયલ’ તરીકે ફેમસ થયેલ લોકગાયિકા ગીતાબેન રબારીને આજે દુનિયાભરમના લોકો ઓળખે છે. આજે ગીતાબેન રબારી અને તેમના પતિ પૃથ્વી રબારીના લગ્નને સાત વર્ષ થઈ ગયા છે.
વિદેશથી લઈને દેશના કોઈ પણ ખૂણે લોકડાયરો હોય બન્ને હંમેશા સાથે જોવા મળે છે. આજે તેમની એનિવર્સરી પર દંપતીએ તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એકબીજાને એનિવર્સરીની શુભેચ્છા પાઠવી છે.
આ સાથે એનિવર્સરી પર ગીતાબેને નવી કાર Toyota Innova પણ ખરીદી હોવાનુ જાણવા મળ્યુ છે. ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને તેમણે લખ્યું હતું કે ‘પરિવારમાં વધુ એક નવા સભ્યનું આગમન’. ગીતાબેન રબારીના જીવન અંગે વાત કરીએ તો આજે તેમનુ નામ ગુજરાતના જાણીતા લોકગાયિકા તરીકે લેવાય છે.
માત્ર દેશમા જ નહી હવે વિદેશોમા પણ તેમના લોકડાયરામા લોકો ઉમટી પડે છે.
હાલમા માર્ચ મહિનામાં તેમણે અમેરિકાના વિવિધ શહેરમાં લોકડાયરો કર્યો હતો પ્રેક્ષકોએ તો ગીતાબેન રબારી પર ડોલરોનો વરસાદ કરી દીધો હતો.