કડકડતી ઠંડી વચ્ચે આગામી 24 કલાકમાં ગુજરાતમાં ચારેકોર વરસાદની શક્યતા, હવામાન વિભાગે કહ્યું- સ્વેટર સાથે રેઈનકોટ રાખજો

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

હાલ રાજ્યમા વરસાદી માહોલ જામ્યો છે. આ વચ્ચે ભારતીય હવામાન વિભાગે વધુ એક આગાહી કરી દીધી છે જે પછી જગતનો તાત ચિંતામા મૂકાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 30 જાન્યુઆરીએ દેશના ઘણા ભાગમાં વરસાદ ખાબકવાની સંભાવના છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં દિલ્હીની આસપાસના વિસ્તારો, રાજસ્થાન, ગુજરાત અને જમ્મુ-કાશ્મીરમા વરસાદ નોંધાયો છે. હાલ દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી, પૂર્વ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પર લો પ્રેશર સિસ્ટમ એકટિવ થઈ છે.

આ વિસ્તારોમાં વરસાદ ખાબકવાની સંભાવના

આ કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અફઘાનિસ્તાન તરફ આગળ ધપી રહ્યું છે. આની અસરને લીધે હાલ સમગ્ર ઉત્તર-પશ્ચિમ ભારતમાં અરબી સમુદ્રમાંથી ભેજની આબોહવા રહેશે. આ સિવાય પશ્ચિમ હિમાલયના પ્રદેશમાં વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. દેશના ઘણા રાજયોના વાતાવરણમા હાલ પલટો આવ્યો છે અને કમોસમી વરસાદ નોંધાયો છે. ઘણી જ્ગ્યાએ કરા પડ્યા હોવાના સમાચાર પણ છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં છૂટાછવાયા મધ્યમથી ભારે વરસાદ પડવાની શકયતા છે.

વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે

આ સાથે હવામાન વિભાગે કહ્યુ છે કે અજે પૂર્વી ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન, દિલ્હીમાં વરસાદ પડશે. જો કે આગામી 24 કલાક દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતમા લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહી મળે અને આગામી 48 કલાકમાં તાપમાનમાં પણ ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસ ધતી જશે.આગામી 48 કલાક દરમિયાન પૂર્વ ભારતના વિવિધ ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો અને પછી બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની ધારણા છે. દક્ષિણ તમિલનાડુમાં ભારે વરસાદ થવાની શકયતા છે.

17 દિવસ પછી આ 6 રાશિના લોકોની તિજોરી છલકી જશે, બિઝનેસ-નોકરી-પૈસા-પ્રેમ તમામના રસ્તાઓ ખુલ્લી જશે

ફેબ્રુઆરી મહિનો આ રાશિના લોકો માટે રહેશે અશુભ, ધંધામાં થઈ શકે છે નુકસાન, દરેક બાબતમાં સાવચેતી રાખવી પડશે

રાજ્યમાં ચારેતરફ વરસાદી માહોલ જામ્યો, અંબાજી, ખેડા સહિત આ શહેરોમા તો કરા પડ્યાં, ખેડૂતોને સૌથી વધુ મુશ્કેલી સર્જાઈ

બનાસકાંઠામાં આવેલા અંબાજીમાં ગઈ કાલે મોડી સાંજે વાતાવરણમા પલટો આવ્યો અને કરાનો વરસાદ થયો. આ સિવાય ડીસામા કમોસમી વરસાદ તુટી પડ્યો હતો. મહેસાણામા પણ વરસાદ નોંધાયો છે.આ સિવાય ગઈકાલે ખેડા, મહેમદાવાદમાં બરફના કરા પડવા લાગ્યા હતા. બનાસકાંઠામા વરસાદી ઝાપતાના કારણે સમગ્ર પંથકમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. બીજી તરફ વલસાડના ધરમપુર, વિલ્સન હિલ, સાબરકાંઠાના ઇડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર, વડાલી, ઇડરમા વરસાદ પડયા છે.

 

 

 


Share this Article
TAGGED: