આઇપીએલ હરાજી ૨૦૨૨ માં ઘણા ગુજરાતી ખેલાડીને લોટરી લાગી છે. ત્યારે આઈપીએલ મેગા ઓક્શન ૨૦૨૨ માં સૌરાષ્ટ્ર તરફથી ડોમેસ્ટિક રમતા ભાવનગરના ફાસ્ટ બોલર ચેતન સાકરિયાને નોટરી લાગી છે. તેના આઈપીએલ ટીમોએ મોટી બોલી લગાવી હતી. આ વર્ષે દિલ્હી કેપિટલ્સે ૪.૨૦ કરોડમાં ચેતન સાકરિયાને ખરીદ્યો છે. ચેતન સાકરિયાની આઈપીએલમાં બેઝ પાઈસ ૫૦ લાખ રૂપિયા હતી. તેને આ વર્ષે ૮ ઘણા રૂપિયા મળ્યા છે, એટલે કે ૪.૨૦ કરોડ રૂપિયાની બોલી લાગી છે.
મહત્વનુ છે કે, ટેમ્પો ડ્રાઈવરના દીકરો અને સૌરાષ્ટ્ર તરફથી ડોમેસ્ટિક રમતા ભાવનગરના ફાસ્ટ બોલર ચેતન સાકરિયા ગત વર્ષે આઈપીએલમાં રાજસ્થાન રોયલ તરફથી રમ્યો હતો. ૨૦૨૧માં ચેતન સાકરિયાને રાજસ્થાન રોયલે ૧.૨૦ કરોડમાં ખરીધો હતો. તેણે ગત સીઝનમાં ૧૪ મેચમાં ૧૪ વિકેટ લીધી હતી.
સૌરાષ્ટ્રના ક્રિકેટર ચેતન સાકરીયાનું આજે કિસ્મત ખૂલી ગયું છે અને કરોડપતિ બની ગયો છે. તે આ ટૂર્નામેન્ટનો લેટેસ્ટ કરોડપતિ ખેલાડી છે. તે ડાબા હાથનો ફાસ્ટ બોલર છે જે ભવિષ્યમાં સ્ટાર ખેલાડી બની શકે છે. આઈપીએલ હરાજી ૨૦૨૧ દરમિયાન, રાજસ્થાન રોયલ્સની ફ્રેંચાઇઝે ચેતન સાકરીયાને ૧.૨ કરોડમાં ખરીદ્યો. તે ૧૮ ફેબ્રુઆરીનો દિવસ ક્યારેય ભૂલશે નહીં કારણ કે તેને આગળનો રસ્તો મળી ગયો છે.
ચેતન સાકરીયાના જણાવ્યા અનુસાર, તેના ભાઈએ જાન્યુઆરી ૨૦૨૧ માં આત્મહત્યા કરી. તે સમયે તે તેના ઘરે ન હતો અને સૈયદ મુસ્તાક અલી ટ્રોફી રમી રહ્યો હતો. ચેતન ઘરે પરત ફર્યો ત્યારે તેના પિતાએ આ દુઃખદ સમાચાર જણાવ્યા હતા. તમને જણાવી દઈએ કે ચેતન સાકરિયાની જિંદગી સંઘર્ષમય રહી છે. ગત વર્ષે કોરોનાના કારણે તેના પિતાનું નિધન થયું હતું.
આઈપીએલ સુધી પહોંચવું એ ચેતન સાકરીયા માટેનું સ્વપ્ન પૂરું કરવા જેવું હતું, પરંતુ આ પ્રવાસ ખૂબ જ મુશ્કેલ હતો. ૨ વર્ષ પહેલા તેના પિતાએ ટેમ્પો ડ્રાઇવરની નોકરી છોડી દીધી હતી જેથી તે ગુજરાતના વરતેજ શહેરમાં તેના પરિવારની જરૂરિયાતોને પહોંચી શકે. ૫ વર્ષ પહેલા તેની પાસે ટીવી ન હતું. ત્યારે ચેતન મિત્રના ઘરે ક્રિકેટ મેચ જાેતો હતો.
આઈપીએલ ૨૦૨૦ માં ચેતન સાકરીયા આરસીબી સાથે યુએઈ ગયો હતો. નેટ બોલર તરીકે આ ટીમમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ભૂમિકામાં, તેણે કોચિંગ સ્ટાફ સિમોન કૈટિચ અને માઇક હેસનને પોતાના મુરીદ બનાવ્યા હતા. ચેતન સાકરીયા કહે છે કે તે ક્યારેય ઇચ્છતો નથી કે તેના પિતા કામ કરે, તે પોતે પણ પોતાના પરિવારની સંભાળ રાખવા માંગે છે. ચેતન સારા ક્ષેત્રમાં પોતાના પ્રિયજનો માટે ઘર ખરીદવાની ઇચ્છા રાખે છે.