પ્રિતેશ દરજી (પંચમહાલ )
પંચમહાલના શહેરા છાણીપ ગામ પાસેથી ફોરેસ્ટ વિભાગે ગેરકાયદેસર પંચરવ લાકડા ભરેલ ટ્રક ઝડપી પાડ્યો હતો. લાકડા ભરેલ ટ્રકના ચાલક પાસે જરૂરી કાગળ પણ માંગવામાં આવ્યા હતા, પરંતુ કાગળ ન મળી આવતા વન વિભાગે બે નંબરી લાકડા અને ટ્રક મળી રૂપિયા ત્રણ લાખથી વધુનો મુદામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથધરી હતી.

શિયાળાની કડકડતી ઠંડીમાં લાકડા ની માંગ વધુ હોવાથી ગેરકાયદેસર લાકડાની હેરાફેરી વધી હોવાનું જાણવા મળી આવ્યું હતું. ત્યારે શહેરા – રેણા મોરવા માર્ગ પર દિવસ અને રાત્રિ દરમિયાન ગેરકાયદેસર લાકડા ભરેલ વાહનોની અવર જવર પણ વધવા લાગી હતી. આ તમામ હલચલને જોતાં ફોરેસ્ટ વિભાગના આર.એફ.ઓ રોહિત પટેલ , ફોરેસ્ટર જે. ટી.મકવાણા, બીટગાર્ડ બી.ડી.ઝરવરીયા, આર.બી.રાઠવા તેમજ એસ.એન. ધોરાડિયા સહિતના સ્ટાફ દ્વારા પ્રેટોલિંગ કરવામાં આવ્યું હતું.

પ્રેટોલિંગમા દરમિયાન છાણીપ ગામ પાસેથી પસાર થતી લાકડા ભરેલ ટ્રક નંબર GJ 23 Y 0675ને ઊભી રાખવામાં આવી હતી. ટ્રકના ચાલક પાસે લાકડાની હેરા ફેરી કરવા માટેના જરૂરી કાગળો ન મળી આવતા ફોરેસ્ટ વિભાગ દ્વારા બે નંબરી લાકડા ભરેલ ટ્રકને કચેરી ખાતે લાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. તપસ દરમિયાન પંચરવ લાકડા અને ટ્રક મળી રૂપિયા ત્રણ લાખ થી વધુનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ટ્રકમા રહેલ પંચરવ લાકડા ક્યાંથી ભરેલ અને ક્યા ખાલી કરવાના હતા તે અંગે ફોરેસ્ટ વિભાગ દ્વારા તપાસનો દોર શરૂ કરાયો હતો. જોકે વનવિભાગના આર.એફ.ઓ રોહિત પટેલ દ્વારા વૃક્ષોનું નિકંદન થતું અટકાવવામાં માટે કડક કાર્યવાહી કરે છે. ત્યારે તેમની સારી કામગીરીને પર્યાવરણ પ્રેમીઓએ બિરદાવી બે નંબરની લાકડાની હેરાફેરી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
