લોકોની માનતાઓ, સ્ટેજ પરથી સોગંધ, મોટી નોકરી મૂકી… બધું પાણીમાં ગયું, CM તો દૂર જ્યાં ઉભા ત્યાં જ ખરાબ રીતે હારી ગયા ઈશુદાન ગઢવી

Lok Patrika
Lok Patrika
3 Min Read
Share this Article

ઈસુદાન ગઢવી ગુજરાતમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદનો ચહેરો હતા. ઈસુદાન ગઢવીએ જામ ખંભાળિયા સીટ પરથી વિધાનસભા ચૂંટણી લડી હતી અને દાવો પણ કર્યો હતો કે તે જીતશે. ઈસુદાન ગઢવીની ટક્કર આ સીટ પરથી ધારાસભ્ય રહેલા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વિક્રમ માડમ સામે સીધી જ હતી. તો ભાજપે અહીંથી મુખુભાઈ બેરાને ટિકિટ આપીને પણ મોટો દાવ રમ્યો હતો. અને ભાજપ એમાં સફળ રહ્યું કારણ કે મુળુભાઈ જીતી ગયા છે. અને ઈશુદાન ગઢવી હારી ગયા છે.

જ્યારે જ્યારે પણ પરિણામ પહેલા ઈશુદાન ગઢવી બહાર આવ્યા ત્યારે એવું જ બોલ્યા કે તે જીતી જશે. અમારી પાર્ટી તો 100 બેઠકો પર જીતશે. લોકોએ મારી માટે માનતા રાખી છે. વાયદા પુરા ન કરું તો મને માતાના સોગંધ છે. અરવિંદ કેજરીવાલે પણ ઈશુદાન પર ભરોસો મુક્યો અને કહ્યું હતું કે તે ગુજરાતના કેજરીવાલ છે. આ બધી જ આશાઓ અને વાયદાઓ પર પાણી ફરી વળ્યું છે અને ઈશુદાન ગઢવીની હાર થઈ ગઈ છે. કોંગ્રેસના વિક્રમ માડમ પણ ત્યાંથી હારી ગયા છે અને ભાજપના મુળુભાઈ બેરાની ભવ્ય જીત થઈ છે.

આમ જોવા જઈએ તો આ સીટ પર ત્રિકોણીય જંગ જોવા મળ્યો હતો. પરંતુ એક્ઝિટ પોલમાં જે વાત સામે આવી છે, તેનાથી આમ આદમી પાર્ટીને ખુબ જ મોટો ઝટકો લાગ્યો હતો અને પરિણામ પણ એવા જ આવ્યા. ઈન્ડિયા ટીવીએ એક્ઝિટ પોલમાં વાત કરી છે કે જામ ખંભાળિયા સીટ પરથી ઈસુદાન ગઢવી ચૂંટણી હારી શકે છે. ત્યારે હવે ચારેકોર આમ આદમી પાર્ટીમાં હંગામો મચી ગયો હતો અને હવે તો સાચે જ હારી ગયા છે.

પીઢ નેતા અને ભૂતપૂર્વ લોકસભા સભ્ય મેડમ અને ભૂતપૂર્વ રાજ્ય મંત્રી બેરા બંને આહીર સમાજના છે. જ્ઞાતિ પ્રમાણે આ બેઠક પર આહિર સમાજના લોકો સૌથી વધુ છે, જ્યારે મુસ્લિમ મતદારો પણ ખૂબ મહત્વના છે. ચૂંટણી નિરીક્ષકો કહે છે કે જ્ઞાતિ મતદાનમાં મહત્વની ભૂમિકા ભજવશે અને AAP નેતા ગઢવીને ગેરલાભ થવાની શક્યાઓ હતી. કારણ કે આ બેઠક પર તેમના સમુદાયના મતદારોની સંખ્યા ઘણી ઓછી છે જ્યારે મુસ્લિમોનું વલણ કોંગ્રેસ તરફ છે. જોકે, ગઢવીએ પોતાની ઓળખ ખેડૂતના પુત્ર તરીકે આપી હતી. તેમણે કહ્યું કે તેઓ બધા માટે કામ કરશે અને સમુદાયની ઓળખને પ્રોત્સાહન નહીં આપે. પરંતુ તેમ છતાં તેની હાર થઈ છે.

 


Share this Article