પ્રતીક રાઠોડ ( ડીસા ) કોરોનાની ત્રીજી લહેરે રાજ્ય ભરમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસાની સબ જેલમાં 15 કેદીઓને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા ફફડાટ ફેલાયો છે. ડીસા જેલના કેદીઓના રેપીડ ટેસ્ટમાં કોરોના પોઝીટીવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. એક સાથે 15 કેસ પોઝિટિવ આવતા તંત્રમાં ખળભળાટ મચી ગયો અને તંત્ર દોડતું થયું હતું.
સમગ્ર વિશ્વમાં ફરી એક વખત કોરોનાએ માથું ઉચક્યું છે. ત્રીજી લહેરની શરૂઆત થઇ ચૂકી છે. ત્યાંરે ગુજરાત રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. ડીસા સબ જેલમાં 15 કેદીઓ કોરોનાની ઝપેટમાં આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. કેદીઓને શરદી, ઉધરસ તાવ જેવા લક્ષણો દેખાતા કેદીઓનો રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, ત્યારે જેલના 15 જેટલા કેદીઓને કોરોનાં પોઝીટીવ આવતા તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો
.