ગુજરાતમાં હરતા ફરતા પશુ દવાખાનાની અગણિત સેવાઓ, 9921 ગામોને 5206347 કેસોમાં સારવાર આપી

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

ગુજરાત સરકારની એમ્બ્યુલન્સ સેવા 108ની જેમ એનિમલ હેલ્પલાઇન 1962 અમદાવાદ જિલ્લામાં કાર્યરત છે. જેમાં કુલ 13 એમ્બ્યુલન્સ અમદાવાદ જિલ્લાના અબોલા પશુઓને પક્ષીઓને સારવાર કરી સેવા આપે છે. આ સેવા ગ્રામીણ વિસ્તારમાં પશુપાલકોનો આર્થિક બોજો હળવો થાય તે હેતુથી 10 ગામ દીઠ એક ફરતુ પશુ દવાખાનુ પણ કાર્યરત છે. જે કુલ 113 જેટલા પશુધન ધરાવતા મુખ્ય ગામોને સેવા પૂરી પાડે છે. આ સેવા ચાલુ થયાથી અત્યાર સુધીમાં ગ્રામીણ વિસ્તારમાં 122759 જેટલા પશુઓને સારવાર આપી જીવ બચાવ્યા છે.

તથા અમદાવાદ શહેરી વિસ્તારમાં માલિકી વગરના કુલ 57455 પશુ- પક્ષીઓના જીવ બચાવવામાં આવ્યા હોવાનું સભ્ય સચિવ (પ્રોજેક્ટ કો-ઓડીનેટર), 1962 એનિમલની અખબારી યાદીમાં જણાવાયુ છે.

સમગ્ર ગુજરાતમાં પશુધન માલિકો માટે કુલ 460 એમ્બ્યુલન્સના કાફલા સાથે મફત પશુ ચિકિત્સા સેવા પૂરી પાડવા માટે સમર્પિત મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરીએ 9921 ગામોને આવરી લીધા છે. દસ ગામ દીઠ એક ફરતા પશુ દવાખાનાએ 21મી જૂન 2023 સુધી 355384 ઈમરજન્સીને હેન્ડલ કરી છે અને 5206347 કેસોમાં સારવાર આપી છે.

આ પણ વાંચો

અદાણીએ એક કલાકમાં 52000 કરોડ ગુમાવ્યા, એક સમાચારે વાટ લગાવી દીધી, ફરીથી અમેરિકાએ ધુંબો માર્યો

ભારતમાં જ આવું બને હોં, આ ATMમાંથી 5 ગણા પૈસા નીકળવા લાગ્યા, લોકો 5000ના બદલે 25000 લઈને ઘરે ભાગ્યાં

આવનારા સમયમાં આ એમ્બ્યુલન્સની સંખ્યા વધવાથી સારવારની સાથે સાથે રોજગારની તક પણ વધવાની છે. જેનો ગુજરાતનાં નાગરિકો લાભ મેળવી શકશે. તેવું અમદાવાદ જિલ્લાના પ્રોજેક્ટ ઇનચાર્જ શ્રી પ્રદીપ પરમારે જણાવ્યું છે. સાથે સાથે આ સેવાનો ખૂબ લાભ લેવામાં આવે એવી લોકોને અપીલ કરી છે.


Share this Article