હિંમતનગરમાં બની રહી છે રાજ્યની ભગવાન પરશુરામની સૌથી ઉંચી પ્રતિમા, સીઆર પાટીલે ભૂમિપૂજન કરી કર્યુ આટલા લાખનુ દાન, લોકોને પણ કરી સહયોગની અપીલ

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરની મધ્યમાં ભગવાન પરશુરામની વિશાળ પ્રતિમાનું નિર્માણ કરવામાં આવશે. સ્થાનિક બ્રહ્મ સમાજ દ્વારા વિશાળ પ્રતિમાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું ખાતમુહુર્ત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું. પરશુરામની ગુજરાતની સૌથી ઊંચી પ્રતિમા હિંમતનગરમાં બનવા જઈ રહી છે. આ પ્રતિમા 25 ફૂટ ઉંચી બનાવવાનું આયોજન બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે. પ્રદેશ ભાજપ પ્રમુખે ખાતમુહુર્ત અને નામકરણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને લોકોને દાન આપવા અપીલ કરી હતી જેથી કરીને ખૂબ જ સુંદર મૂર્તિ તૈયાર કરી શકાય.

આ માટે પ્રથમ તબક્કામાં થોડીવારમાં 65 લાખ રૂપિયાનું દાન એકત્ર કરવામાં આવ્યું હતું.  સી.આર.પાટીલે સ્થાનિક આગેવાનો, રાજકીય આગેવાનો અને બ્રહ્મ સમાજના આગેવાનોને અપીલ કરી હતી જેની શરૂઆત તેણે પોતાના નામથી કરી હતી. જેમાં માત્ર ત્રણથી ચાર મિનિટમાં રૂ.65 લાખનું દાન મળ્યું હતું જેમાં સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડ 2.5 લાખ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર 5.51 લાખ, બાબુભાઈ પુરોહિત અને પ્રફુલ વ્યાસે 5-5 લાખ દાનમા આપ્યા હતા.

આ સિવાય ગુજરાત રાજ્ય ભાજપ સોશિયલ મીડિયા કન્વીનર સિદ્ધાર્થ પ્રફુલભાઈ પટેલ 2.51 લાખ અને રાજ્ય મીડિયા સંયોજક યજ્ઞેશ દવેએ રૂ.25. સાબરડેરીના પ્રમુખે રૂ. 5.51 લાખ, ભાજપના જિલ્લા પ્રમુખ રૂ. 1.51 લાખ, ગોપાલસિંહ રાઠોડે રૂ. 2.51 લાખ, મોડાસાના ભીખુસિંહ પરમાર, અતુલ દીક્ષિત, અશ્વિન ભટ્ટ અને જીજ્ઞેશ જોષીએ રૂ. 1 લાખનું દાન આપ્યું હતું.

સીઆર પાટીલે પોતે પણ પરશુરામની પ્રતિમા બનાવવા માટે 11 લાખ રૂપિયા આપ્યા હતા. સી.આર.પાર્ટીલે બ્રહ્મ સમાજ વિશે પણ વાત કરી અને સમાજમાં બ્રહ્મ સમાજના મહત્વ વિશે પણ જણાવ્યું. તેમણે અહીં તેમની કુલ દેવી માતા રેનકા માતા વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે ભગવાન પરશુરામની પ્રતિમાનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે અન્ય કાર્યક્રમો પણ મોકૂફ રાખવામાં આવ્યા છે. તેમણે રાજકારણમાં બ્રાહ્મણોના સ્થાન વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે આ સમાજે અન્ય સમાજ સાથેના સંબંધો દ્વારા પોતાના સમાજના પ્રતિનિધિઓને બેઠકમાં મોકલ્યા છે.


Share this Article