દાહોદની અટપટી ઘટના, યુવતીને સાળો ભગાડીને લઈ ગયો એમાં બનેવીની હત્યા કરી નાખો, જાણો ન સમજાય એવો ખુની ખેલી

Desk Editor
By Desk Editor
Share this Article

 

Gujarat News : વગેલા ગામના અરવિંદભાઈ ચંદુભાઇ ડામોર ગઈકાલે પોતાના સાસરીમાં ઝાલોદના મુવાડા ગામે ગયા હતા. મૃતક અરવિંદભાઈનો સાળો ગોપાલ ફળીયાની એક યુવતીને લઇને ભાગી ગયો હતો. જેના પગલે સામાજિક રીત રિવાજ મુજબ સમાધાનની વાત ચાલતી હતી, પરંતુ તેનો કોઈ  નિકાલ થયો ન હતો. અરવિંદભાઈ પોતાની સાસરીમાં હતા, ત્યારે યુવતીના કુટુંબીક કાકા આશિષ નાથા વસૈયા આવ્યા હતા અને અચાનક ઉશ્કેરાઇ જઇને ગાળો બોલવા લાગ્યા હતા. સાથે જ જાનથી મારી નાંખવાની ધમકી પણ આપવા લાગ્યા હતા.

 

 

‘તારો સાળો અમારા કૌટુંબની છોકરીને ભગાડી લઈ ગયો છે’

આ દરમિયાન અરવિંદભાઈએ ગાળો ન બોલવા કહેતા આશિષ વસૈયાએ ઉશ્કેરાઇને અરવિંદભાઈના સાસરીના ઘરના દરવાજાને લાતો મારી અને અરવિંદભાઈ ડામોરને કહ્યું હતું કે, તારો સાળો ગોપાલ અમારા કૌટુંબની છોકરીને ભગાડી લઈ ગયો છે, તેનો નિકાલ કેમ નથી કરતો, તેમ કહી અરવિંદભાઈને પેટના ભાગે તથા ગુપ્ત ભાગે લાતો મારતા અરવિંદ ભાઈને સારવાર માટે તાત્કાલિક ઝાલોદના ખાનગી હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યાર બાદ ઝાલોદ સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સરકારી હોસ્પિટલમાં ફરજ ઉપરના ડોક્ટરે અરવિંદભાઈને મૃત જાહેર કર્યા હતા.

 

આ પણ વાંચો

અદાણીએ એક કલાકમાં 52000 કરોડ ગુમાવ્યા, એક સમાચારે વાટ લગાવી દીધી, ફરીથી અમેરિકાએ ધુંબો માર્યો

ભારતમાં જ આવું બને હોં, આ ATMમાંથી 5 ગણા પૈસા નીકળવા લાગ્યા, લોકો 5000ના બદલે 25000 લઈને ઘરે ભાગ્યાં

 

અરવિંદભાઈનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો

અરવિંદભાઈનું મોત નિપજતાં પરિવારમાં શોકનો માહોલ  છવાયો છે. આ અંગે ઝાલોદ પોલીસને જાણ કરાતા પોલીસે આશિષ નાથા વસૈયા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.


Share this Article