માવઠાંએ જગતના તાતના મોંમાથી કોળિયો છીનવી લીધો, એકદમ તૈયાર પાકની પથારી ફરી ગઈ, પીડાથી તમારું હૈયું ચિરાઈ જશે

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

રાજ્યમા છેલ્લા એક અઠવાડિયાથી વાતાવરણમા પલટો આવ્યો છે.

અનેક વિસ્તારોમા માવઠુ થયુ હોવાના સમાચાર છે. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતો સૌથી મોટી ચિંતામા મૂકાયા છે.

બીજી તરફ વાતાવરણ બદલાતા રોગચાળામા પણ વધારો થતો છે.ભાવનગરમા છેલ્લા બે ત્રણ દિવસથી માવઠુ થઈ રહ્યુ છે.

આ કમોસમી વરસાદ અને ભારે પવનને કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે.

મળતી માહિતી મુજબ ચણા અને ઘઉંના ખેતરમાં તૈયાર થઈ ગયેલા પાકના પાથરા પડ્યા હતા જે આ અચાનક આવેલા વાવાઝોડાનાં કારણે ઉડી ગયા અને પલળી ગયા હતાં.

આ સિવાય કેરીના પાકને મોટુ નુકશાન થયુ છે. ખેતરમા ભારે પવનને કારણે કેરીઓ ખરી પડી છે.

જિલ્લાના મહુવા, તળાજા, પાલિતાણા, જેસર, ગારિયાધાર, વલભીપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ઘઉં, ચણા, જીરું, લીંબુ વગેરે પાકોને સૌથી વધારે નુકસાન થયુ હોવાના સમાચાર છે.

21 વર્ષની વિધીનું 121 વર્ષ જેટલું કામ, શહીદ પરિવારો માટે રાત-દિવસ મદદે દોડે, સાચી દેશભક્તિના દર્શન કરાવતી ગુજરાતી દીકરીને મળો

શ્રી રામ સિવાય બીજું કોઈ હોળીકા દહન કરશે તો તેનું પણ એવું જ… બસ ત્યાર પછી ગુજરાતના આ ગામમાં હોળી બંધ

જેલમાંથી છુટીને દેવાયત ખવડનો ડાયરો, કહ્યું- હું જેલમાં હતો ત્યારે ઘણા નામ લેતા શરમાતા, લોકોને ખબર નથી હોતી કે…

આ મુદ્દે હવે ખેડૂતોએ સરકાર પાસે સર્વે કરવાની માંગ કરી છે. પાકોને થયેલા નુકસાનની સહાય આપવા ખેડૂતોએ સરકારને અરજી કરી છે.આ સિવાય જેસર પંથકમાં વાવાઝોડાના કારણે ઘઉંનો ઉભો પાક ઢળી જતા ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

 

 


Share this Article