Ahmedabad News: દર્શુ કેર પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ અને હેલ્પિંગ હેન્ડ દ્વારા માણેકબાગ એરિયામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં ૩૭ બોટલ બ્લડ ભેગું થયું. દર્શિતા બાબુભાઇ શાહ, પ્રિન્સ, રાખી શાહ અને હેલ્પિંગ હેન્ડના મેમ્બર્સ હજાર રહ્યાં.
ટ્રસ્ટ તરફથી ચા, પૌંઆ અને બોટલ કવર, હેલ્પિંગ હેન્ડ તરફથી પક્ષીઓ માટે 100 કૂંડા અને જાર તથા સમયક વુમન્સ ક્લબ તરફથી બ્લડ દાતાને ગિફ્ટ આપવામાં આવી.