અંબાજી,પ્રહલાદ પૂજારી: કોરોના ની ત્રીજી લહેર માં દિનપ્રતિદિન કોરોના સંક્રમણ ના કેશો માં ચિંતા જનક વધારો નોંધાઇ રહ્યો હોવસથી અંબાજી મંદિર 22થી 31જાન્યુઆરી સુધી બંદ રાખવા નો નિર્ણય તંત્ર દ્વારા લેવાયો છે. શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. છેલ્લા કેટલાક દિવસોથી ઓમિક્રોંન અને કોરોના કેસમાં ભારે વધારો થતાં ટ્રસ્ટ દ્વારા સરકારની એસઓપી આધારે પ્રેસનોટ જાહેર કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે અંબાજી મંદિર 22થી 31જાન્યુઆરી સુધી બંદ રહેશે.
અંબાજી મંદિરની સાથે સાથે ગબ્બર પર્વત પર આવેલું મંદિર,51 શકિતપીઠ ના મંદીર, ટ્રસ્ટ ના મંદિર બંદ રાખવાની જાહેરાત કરાઈ છે. જેમાં આ સમયગાળા દરમિયાન સવાર સાંજ ની આરતી નુ સોશિયલ મીડિયા ના માધ્યમ થી દર્શન ની વ્યવસ્થા કરવામાં આવી છે. પોષી પૂનમે પણ અંબાજી મંદિર ભક્તો માટે બંદ રહેશે