યુનાઇટેડ કિંગડમની સંસદના હાઉસ ઓફ લોર્ડ્સમાં યોજાયેલા એક પ્રતિષ્ઠિત સમારોહમાં, ડૉ. વિશાલ થલોટીયાને ગ્લોબલ ગાંધી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રતિષ્ઠિત સન્માન તેમના સામાજિક કલ્યાણ, પરોપકાર અને મહાત્મા ગાંધીના આદર્શો, જેમ કે શાંતિ, અહિંસા અને સમાનતાના પ્રચાર માટેના તેમના પ્રયાસો ના કારણે મળ્યું છે. UKના સૌથી યુવા સાંસદ શિવાની રાજાએ ડૉ. થલોટીયાને આ એવોર્ડ અર્પણ કર્યો, જે તેમના રાજકારણ, સિનેમા અને સામાજિક કાર્યક્ષેત્રમાં આપેલા યોગદાન ને સાર્થક કરે છે .
આ પ્રસંગે UK અને ભારતના અનેક માનનીય મહેમાનો હાજર રહ્યા, જેની સાથે યુકેના હોમ મિનિસ્ટર ય્વેટ કૂપર, સાંસદ બોબ બ્લેકમેન, પૂર્વ સાંસદ વીરેન્દ્ર ળ શર્મા, તેમજ અન્ય વિશિષ્ટ મહેમાનોમાં મહારાષ્ટ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી આદિતી તટકરે, કોડીનાર,ગુજરાત ના ધારાસભ્ય ડૉ.પ્રદ્યુમન વાજા, અને ABP અસ્મિતા ન્યૂઝના ચીફ એડિટર રોનક પટેલ ઉપસ્થિત હતા. તેમની હાજરીએ આ કાર્યક્રમના વૈશ્વિક મહત્વને સાર્થક કર્યું .
ડૉ. વિશાલ થલોટીયા, જે હાલમાં ગુજરાત ભાજપાના આઈટી સેલ ઈનચાર્જ તરીકે સેવા આપી રહ્યા છે, તેમને તેમના ગામડાના વિકાસ અને ડિજિટલ સમાવેશ માટેના પરોપકારી કાર્ય માટે પ્રશંસા મળી છે. રાજકારણના મંચથી પર તેઓ ફિલ્મ ઉદ્યોગમાં પણ મહત્વના મકામે છે. તેમની આગામી ફિલ્મ “ટૂ ઝીરો વન ફોર,” જેમાં બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા જેકી શ્રોફ અભિનિત છે, સમાજના મહત્ત્વના સમાજ-રાજકીય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતી ફિલ્મ છે.
જો તમારે 32 દાંત હોય તો રાજાની જેમ મળશે ત્રણેય લોકના સુખ! જાણો 28, 29 અને 30 વાળાનું શું થાય?
સન્માન સ્વીકારતી વેળા, ડૉ. થલોટીયાએ આ એવોર્ડ માટે આભાર વ્યક્ત કર્યો. “હાઉસ ઓફ લોર્ડ્સમાં આ ગ્લોબલ ગાંધી એવોર્ડ પ્રાપ્ત કરવો અદ્વિતીય ગૌરવની વાત છે. મહાત્મા ગાંધીના અહિંસા, શાંતિ અને ન્યાયના શિક્ષણો મને સતત પ્રેરણા આપે છે. એમ ડૉ.વિશાલ થલોટીયાએ જણાવ્યુ.તેમણે આ સમારંભના આયોજક નચિકેત જોશીને આ એવોર્ડ માટે વિશેષ આભાર માન્યો. “હું શ્રી.નચિકેત જોશીનો આભાર માનું છું, જેણે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે.