તુર્કીની જેમ જ ગુજરાતમાં પણ 2001માં હજારો લોકોની જિંદગી તબાહ થઈ હતી, કચ્છ સહિત આખા રાજ્યમાં મોતની ચિચિયારી ઉઠી

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

તુર્કી અને સીરિયામા ભૂકંપના કારણે ભયંકર તબાહી મચી છે. બંને દેશોમાં અત્યાર સુધીમાં 3400 લોકોએ જીવ ગુમાવ્યા છે. ભૂકંપની તીવ્રતા 7.8 હતી. તુર્કી પ્રશાસનનું કહેવું છે કે અત્યાર સુધીમાં 5606 ઈમારતો ધરાશાયી થઈ છે. તબાહીનું આ જ દ્રશ્ય સીરિયામાં પણ જોવા મળ્યું છે. આવુ જ દ્ર્શ્ય 22 વર્ષ પહેલા 51માં પ્રજાસત્તાક દિવસે ગુજરાતમા પણ જોવા મળ્યુ હતુ. આ વિશે વિગતે વાત કરીએ તો શાળાઓમાં ધ્વજારોહણના કાર્યક્રમો ધામધૂમથી યોજાયા હતા. લોકો રાષ્ટ્રીય તહેવારના આનંદમાં મગ્ન હતા. સામાન્ય લોકો તેમના રોજિંદા કામમાં વ્યસ્ત હતા. બધું બરાબર ચાલી રહ્યુ હતું.

ભચાઉ અને અંજાર તાલુકાના સેંકડો ગામોને અસર થઈ હતી

પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી હતી, પરંતુ સવારના 8:46 વાગ્યે સોયના કાંટા પર પહોંચતા જ ગુજરાતના ભુજ અને આસપાસના વિસ્તારોમાં બે મિનિટમાં બધું તબાહ થઈ ગયું હતું. ભૂજમાં 7.7ની તીવ્રતાના ભૂકંપમાં 13,000 થી વધુ લોકો માર્યા ગયા અને મોટાપાયે વિનાશ સર્જાયો.

સામાન્ય લોકો તેમના રોજિંદા કામમાં વ્યસ્ત હતા

ભચાઉ અને અંજાર તાલુકાના સેંકડો ગામોને અસર થઈ હતી. આ ભયાનક ભૂકંપને 22 વર્ષ વીતી ગયા છે, પરંતુ આજે પણ જ્યારે કેલેન્ડરમાં 26 જાન્યુઆરીની તારીખ આવે છે ત્યારે લોકો રાત્રે ઊંઘી શકતા નથી. ભૂકંપની દુર્ઘટનાનો સામનો કરનાર ભુજની જનતા જાગી. ગુજરાતના ભુજમાં આવેલા ભૂકંપને ગુજરાત ભૂકંપ તરીકે ઓળખવામાં આવે છે. આ દુર્ઘટના પછી નરેન્દ્ર મોદીને રાજ્યની કમાન મળી. મુખ્યમંત્રી તરીકે તેમણે કચ્છ જિલ્લાના ભુજમાં ભૂકંપથી નાશ પામેલા ગામો અને નગરોના પુનર્વસનના કાર્યનું નેતૃત્વ કર્યું, આ માટે જ્યાં વિશ્વભરમાંથી મદદ મળી ત્યાં રાજ્ય સરકારે ભુજના પુનઃનિર્માણ માટે યુદ્ધના ધોરણે કામ કર્યું.

ભુજમાં 22 વર્ષ પહેલાની આ ભયાનક પળ

ક્યારેય ન ભૂલાય તેવી આ દુર્ઘટનાની યાદમાં ભુજમાં સ્મૃતિ વન પણ બનાવવામાં આવ્યું છે. જ્યાં આ ભૂકંપના કારણે થયેલી તબાહી અને ફરીથી ઉભી થવાનું સાહસિક પુનર્વસન મિશન દર્શાવવામાં આવ્યું છે. અંજાર ભુજ હાઈવે પર આવેલા રતનાલ ગામમાં રહેતા મ્યાજરભાઈ આહીર જણાવે છે કે 26 જાન્યુઆરી 2001ના રોજ સવારે તેઓ ડેરીમાં દૂધ પહોંચાડવા માટે નીકળ્યા હતા અને અંજાર થઈને તેમના ગામ રતનાલ પરત ફરી રહ્યા હતા. બસની અંદર ધ્રુજારી ઓછી સમજાઈ હતી, પરંતુ બસ ઉભી રહેતા જ સમજાયું કે ભૂકંપ આવ્યો છે.

મોરબી બાજુથી ભુજને જોડતો રસ્તો ધરાશાયી થઈ ગયો

આ બાદ બસ જ્યારે અંજાર પહોંચી ત્યારે આખું અંજાર ખંડેર થઈ ગયું હતું. લોકોની ચીસો સંભળાઈ, કંઈ સમજાતું ન હતું. ત્યાંથી ફરી પગપાળા ભુજ હાઈવે પહોંચ્યા ત્યારે તબાહીનું દ્રશ્ય પણ જોવા મળ્યું હતું. લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા હતા. મકાનો પડી ગયા હતા. મોરબી બાજુથી ભુજને જોડતો રસ્તો ધરાશાયી થઈ ગયો હતો જેના કારણે બચાવ કામગીરી મુશ્કેલ બની હતી. ઘાયલોને સારવાર માટે મોકલવામાં આવી રહ્યા છે.

આ તારીખ ડર પણ લઈને આવે છે

મ્યાજરભાઈ આહીર કહે છે કે અમારી પાસે ખાવા માટે કંઈ નહોતું, પરંતુ મહેસાણા બાજુથી રસ્તો ખુલ્લો હતો. જ્યારે ત્યાંના લોકો અમારી પાસે પહોંચ્યા તો અમને ફૂડ પેકેટ મળ્યા. પોતાના પ્રિયજનને ગુમાવવાના દુ:ખમાં લોકોના હોશ ઉડી ગયા હતા અને બધું વેરવિખેર થઈ ગયું હતું, આવી સ્થિતિમાં જ્યારે કેટલાક ફૂડ પેકેટ ન લીધા ત્યારે તે લોકોની આંખોમાં આંસુ હતા, તેઓ કહેતા હતા કે તમે ભોજન કેમ નથી લેતા. અમે તમને મદદ કરવા માટે અહીં છીએ. માયજરભાઈ આહીર ત્યારે 30 વર્ષના યુવાન હતા. આજે 22 વર્ષ પછી પણ 26 જાન્યુઆરી દરેક દેશવાસીની જેમ તેમના માટે પણ રાષ્ટ્રીય તહેવાર છે, પરંતુ આ તારીખ ડર પણ લઈને આવે છે.

જંત્રી વધારાના મુદ્દે ચારેકોર વિરોધના સુર જોઈને સરકાર પાછી પાની કરશે કે હડીખમ રહેશે? અચાનક જ બળવો ફાટી નીકળ્યો

આ 6 રાશિવાળાને મજ્જા જ મજ્જા, સુર્ય અને શનિ બન્ને સાથે એવી કૃપા કરશે કે 30 દિવસ જન્નતની જેમ પસાર થશે

100, 200, 500, 1000… તુર્કીમાં મહાવિનાશ: ભૂકંપથી 3400 લોકોના મોત, હજુ હજારો લોકો નહીં બચે એવી આશંકા

તેઓ કહે છે કે પહેલા અમે તંબુમાં રહેતા હતા, બાદમાં સરકારની મદદથી અમારા મકાનો બનાવવામાં આવ્યા હતા. રતનાલ ગામમાં કુલ 165 લોકોના મોત થયા છે. ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન પણ અમને સાંત્વના આપવા પહોંચ્યા હતા. જો કે ભુજ વર્ષો પહેલાની ભૂકંપની દુર્ઘટનાને પાછળ છોડી ચૂક્યું છે, પરંતુ તે દ્રશ્ય આજે પણ સમ્રુતીમા છે. તેથી જ તેને ભૂલી જવું મુશ્કેલ છે. તે અશક્ય જેવું છે. રતનાલ ગામ કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં આવે છે. અંજાર અને આસપાસના ગામોમાં ભારે તારાજી સર્જાઈ હતી. હજુ પણ 26મી જાન્યુઆરીની રાત્રે ભુજમાં કોઈ ઊંઘતું નથી. લોકો જાગે, નાના બાળકો સૂઈ જાય તો પણ વડીલો જાગે. આ એવો ભય છે કે વર્ષો સુધી રહેશે.

 

 


Share this Article