આ લોકો નહીં જીવવા દે, સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ફરીથી તોતિંગ વધારો, હવે એક ડબ્બાનો ભાવ સાંભળી રાડ ફાટી જશે

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

દિવાળી પહેલા જ ગૃહિણીઓનુ બજેટ બગાડી નાખતા સમાચાર આવ્યા છે. રાજ્યમા ખાદ્યતેલના ભાવમાં ફરી એકવાર સિંગતેલના ડબ્બાના ભાવમાં 50 રૂપિયાનો અને કપાસિયા તેલના ડબ્બામાં રૂપિયા 30નો વધારો કરવામા આવ્યો છે.

આ બાદ સિંગતેલનો ભાવ 3000 ઉપર અને કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2500એ પહોંચી ગયો છે. એટલે કે હવે તમને સિંગતેલ રૂપિયા 3050નો ડબ્બાના ભાવે મળશે. બીજી તરફ કપાસિયા તેલનો ડબ્બો હવે 2500ના ભાવે મળશે.


આ ભાવ વધારા પાછાળનુ કારણ તેલ બનાવતી મિલોમાં સ્ટોકની અછતને ગણવામા આવી રહ્યુ છે. આ અંગે વાત કરતા ગુજરાત ખાદ્ય તેલ વેપારી મહામંડળના પ્રમુખ બિપીન મોહને જણાવ્યું હતું કે, આ વખતે હવામાન બદલાયુ છે અને જેના કારણે ઉત્પાદન પણ ઓછું થયું છે. બીજી તરફ તહેવારોને લીધે ખાદ્ય તેલની માંગ વધી છે જેથી ભાવ વધારો થઈ રહ્યો છે.


Share this Article
TAGGED: