અરવલ્લીનાં ભીલોડામાં ખોદકામ દરમિયાન મહાકાળી માતાજીની મૂર્તિ મળી આવી હતી. આ મૂર્તિ યુવાનને સપનુ આવ્યા બાદ ખોદકામ કરતા મળ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
મહાકાળી માતાજીની મૂર્તિ મળી આવતા ભક્તોની ભીડ જોવા મળી હતી. મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા પહોચ્યા હતા. મૂર્તિ સ્થળ પર ભક્તો માટે દર્શનની વ્યવસ્થા કરાઈ હતી.
CSKના 14 કરોડના ખેલાડીએ જીતેલી બાજીની પથારી ફેરવી નાખી, એક ઓવર નાખી અને GTને લાડવો મળી ગયો
આ બાબતે ડામોર અશોકભાઈએ જણાવ્યું હતું કે, મહાકાળી માતાનો પરચો આવેલો. જેમાં માતાજીએ કહ્યું તમે અહીંયા ખોદકામ કરશો તો મારૂ અસ્તિત્વ મળી આવશે. તે અસ્તિત્વ મળી આવવાથી લોકો દર્શન કરવા આવી રહ્યા છે. સોમવારે પરચો આવેલો અને માતાજીનાં કહેવાથી મંગળવારે ખોદકામ કરેલું અને માતાજીએ કહ્યું હતું કે આટલા અંતરે મારી મૂર્તિ આવશે. અને તમને દર્શન કરાવીશ તેવો માતાજીએ આદેશ કરેલો હતો.