Gujarat News: હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ 20 તારીખ સુધી ઠંડી-ગરમીની મિક્સ ઋતુ ચાલવાની આગાહી કરી હતી. જો કે હાલમાં એવું જોવા પણ મળી રહ્યું છે. ત્યારે શિયાળાની વિદાય થાય એ વચ્ચે ઉત્તર ભારત પરથી એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે.
આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 19થી 25 ફેબ્રુઆરી સુધીમાં પસાર થશે એવી આગાહી કરવામાં આવી હતી. પરંતુ આ વચ્ચે હવામાન વિભાગની આજ માટે એક નવી જ આગાહી સામે આવી રહી છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રે નવી આગાહીમાં જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં હાલ વાતાવરણ ડ્રાય રહેશે, વરસાદની કોઇ શક્યતા એકેય જગ્યાએ જોવામાં આવી રહી નથી. તાપમાનમાં કોઇ મોટો ફેરફાર નહીં થાય. પરંતુ આજે બેથી ત્રણ ડિગ્રી તાપમાન નીચું જવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગે વાત કરી કે ઉત્તર ગુજરાતમાં આજથી 19-20 ફેબ્રુઆરી દરમિયાન છૂટા છવાયા વરસાદ ખાબકી શકે છે. 20 અને 21 દરમિયાન અમરેલી જિલ્લાનું હવામાન ઠંડુ, ભેજવાળું અને આંશિક વાદળછાયુ રહેવાની શક્યતા છે. મહેસાણા જિલ્લામાં હાલ આકાશ અશંત વાદળછાયું રેહવાની સંભાવના છે. ત્યારે આજે જોવાનું રહ્યું કે ખરેખર વરસાદ આવે છે કે કેમ?