ઓહ બાપ રે: મધુ શ્રીવાસ્તવ અને ધર્મેન્દ્રસિંહના કાર્યકરો વચ્ચે ભયંકર યુદ્ધ થઈ ગયું, મહિલાને લગતી આ વાતને લઈ મામલે મેદાને ચડ્યો

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

વડોદરામા બે પડોશી મહિલાઓના ઝઘડામાં વચ્ચે રાજકારણીઓ પડતા મામલો ગરમાયો છે. આ ઘટના સામે આવી છે શહેરના જેસીંગપૂરાથી. અહી દશરથ ગામમા ચૂંટણીની અદાવતમાં મધુ શ્રીવાસ્તવ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાના સમર્થકો વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. આખી ઘટના બે પાડોશી મહિલાઓની ટીખળથી શરૂ થઈ હતી. વાઘોડિયા બેઠકના બે અપક્ષ ઉમેદવારોના સમર્થકો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને પછી મારામારી, અથડામણમાં અનેક લોકોને ઈજા થઈ હોવાના પણ સમાચાર સામે આવ્યા છે.


હાલ છાણી પોલીસ સ્ટેશનમાં આ મામલે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી છે. મામલો સામે આવતા પોલીસની ટીમો જેસીંગપૂરા પહોંચી હતી અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધી હતો. ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને મધુ શ્રીવાસ્તવના જૂથોમા થયેલી આ ટક્કર મામલે 9 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

રાજકીય વાતાવરણની વાત કરીએ તો ભાજપે આ વખતે મધુ શ્રીવાસ્તવની ટિકિટ આપી ન હતી અને ભાજપ પ્રમુખ અશ્વિન પટેલને ટિકિટ આપી હતી. આ બાદ મધુ શ્રીવાસ્તવે અપક્ષનો હાથ પકડ્યો. બીજી તરફ કોંગ્રેસમાંથી સત્યજીત ગાયકવાડ ચૂંટણી લડી રહ્યા હતા અને ધમેન્દ્રસિંહ વાઘેલાએ અપક્ષનો સાથ આપ્યો. આવુ થતા મતો વહેંચાઈ ગયા જે કારણે અપક્ષ ઉમેદવાર લાભ મળ્યો અને ધમેન્દ્ર સિંહ વાઘેલા જીતી ગયા.


Share this Article