જામનગરમાં યુવક 100 ફૂટ ઉંડા કૂવામાં પડી ગયો, રેસ્ક્યુ જોઈને દિલ ગાર્ડન-ગાર્ડન થઈ જશે, આ રીતે મહા મહેનતે બચાવી લેવાયો

Lok Patrika Desk
By Lok Patrika Desk
jamnagar
Share this Article

જામનગરના મસિતીયા રોડ પાસે ગત મોડી રાત્રે એક માનસિક અસ્થિર યુવક અકસ્માતે 100 ફૂટ ઊંડા કૂવામાં ખાબકયો હતો અને જામનગર ફાયરની ટીમે દિલધડક રેસ્ક્યું કરી યુવકને સહી સલામત બહાર કાઢ્યો હતો.પ્રાપ્ત પ્રાથમિક અહેવાલ અનુસાર જામનગરના મસીતિયા રોડ ફાર્મ હાઉસ સામે ગત મોડી રાતના રવિરાજ જેઠવા નામનો 22 વર્ષીય માનસિક અસ્થિર યુવક અકસ્માતે સો ફૂટ ઊંડા કુવામાં ખાબક્યો હતો.

jamnagar
ફાયરની ટીમે ગ્રામજનોની મદદથી કુવાની અંદર દોરડા વડે ખાટલાને ઉતારી અને તેમાં આ યુવાનને ખાટલા પર ચઢાવી દોરડા વડે ખેંચી સહી સલામત બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો. જ્યારે અકસ્માતે કૂવામાં પડી ગયેલા ઈજાગ્રસ્ત યુવકને વધુ સારવાર માટે તાત્કાલિક જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

35 કરોડ લોકો માટે મોટા સમાચાર, ચૂંટણી પહેલા મોદી સરકારે આપી જબરદસ્ત ભેટ! જાણો તમારા ફાયદાની વાત

હવામાન વિભાગની ચોમાસાને લઈ સૌથી પહેલી આગાહી, જાણો આ વર્ષે કેવો રહેશે ગુજરાતમાં વરસાદ, ચિંતા જેવું નથી

સેલિબ્રેશનની તૈયારી શરૂ કરો… પરિણિતી ચોપરા સાથે લગ્નની વાત પર રાઘવ ચઢ્ઢાએ આપી દીધું ગ્રીન સિગ્નલ

યુવાન કૂવામાં ખાબકવાની જાણ થતાની સાથે જ સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા જામનગર મહાનગરપાલિકા ફાયર વિભાગની એક ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને દિલધડક રેસ્ક્યુ હાથ ધરી મહામહેનતે યુવકને હેમખેમ કુવામાંથી બહાર કાઢ્યો હતો.


Share this Article