માવજી વાઢેર ( ગીર સોમનાથ ) માછીમારોને લઇને અવારનવાર સમાચારો સામે આવતા જ રહે છે, ક્યારેક બોટ ડૂબી જવાના તો ક્યારેક માછીમારો ગુમ થયા હોવાની ઘટના સામે આવતી જ રહે છે, ત્યારે હવે નવાબંદરની બોટના માછીમારો પર મહારાષ્ટ્રની બોટના માછીમારોએ હુમલો કર્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. નવાબંદરના ચાર થી પાંચ માછીમારોને મહારાષ્ટ્રની બોટોના માછીમારો દ્રારા લોખંડના પાઈપ વડે માર મરાયો હોવાની ઘટના સામે આવી છે.
નવાબંદરના માછીમારોને માર માર્યો હોવાની ઘટના સામે આવતા સમગ્ર માછીમાર સમાજમાં રોષની લાગણી વ્યાપી હતી. નવાબંદરની બોટ માં માછીમારો એ કરેલ ફિસરિંગની ફિસ પણ મહારાષ્ટ્રની બોટોના માછીમારો ઝુંટવી ગયા હતા. આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ નવાબંદરના ઈજા પામનાર માછીમારોને ઉના સરકારી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતાં, તેમજ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી