ક્લાસ ટુ અધિકારી હોય એમને લોકો એક સ્વમાન અને માનભેર નજરથી જોતા હોઈએ છે. કારણ કે લોકો તેને સાહેબ સાહેબ કરીને બોલાવતા હોય છે. પરંતુ ગુજરાત સરકારના એક 38 વર્ષના ક્લાસ ટુ અધિકારીની એક વિગતનો ભાંડો ફોડ થયો એ જોઈને આખું ગુજરાત ચોંકી જાય એમ છે. કારણ કે સરકારમાં ફરજ બજાવતા 38 વર્ષીય એક ક્લાસ ટુ અધિકારીએ પોતાનો અડાલજ પાસેનોઆખો ફ્લેટ જ રંગરેલીયાં મનાવવાનો અડ્ડો બનાવી નાખ્યો બોલો. પરંતુ છેલ્લા ઘણા સમયથી પતિની કરતૂતો જાણી ગયેલી પત્નીએ ઘણો પ્રયત્ન પણ કર્યો, પરંતુ પતિ રંગેહાથ ક્યારેય ઝડપાયો ન હતો. આખરે લોકેશન ટ્રેક કરીને અચાનક જ ફ્લેટ ઉપર રેડ પાડી પ્રેમિકા સાથે પતિને રંગેહાથ ઝડપી લીધો.
પત્નીએ આ રીતે ભારે જહેમત બાદ કલાસ ટુ અધિકારીની કરતૂતનો ભાંડો ફોડી નાખ્યો. આ રંગીન મિજાજી કલાસ ટુ અધિકારીનાં 13 વર્ષ અગાઉ લગ્ન થયા છે. ક્લાસ ટુ અધિકારી હોવાના નાતે અમદાવાદ ગાંધીનગરમાં હોદ્દાને અનુરૂપ પ્રોપર્ટી પણ વસાવી છે. લગ્નનાં વર્ષો પછી પણ દંપતીને સંતાન સુખ પ્રાપ્ત થયું નથી. શરૂઆતમાં કલાસ ટુ અધિકારી પત્નીની ખૂબ કાળજી રાખી અનહદ પ્રેમ વરસાવતા હતા. પરંતુ પત્નીને ક્યાં ખબર હતી કે, અધિકારી પતિ આખો દિવસ પ્રેમિકાઓને પ્રેમ કરતા કરતાં ઘરે આવીને પત્નીવ્રતા બની જાય છે. અને સારી સારી મીઠી મીઠી વાતો કરે છે.
પહેલા બધું સારી રીતે ચાલતું હતું પણ પછી સાહેબ મોડા આવવા લાગ્યા, સતત ફોન વ્યસ્ત આવે એટલે પત્ની અનેક સવાલો કરવા લાગી હતી, પરંતુ દર વખતે ઓફિસમાં બહુ કામ હોય છે એવું બહાનું કરી દેતા. પછી વારંવાર આવું થતાં પત્નીને કઇક ગરબડ લાગી. જેથી પતિ ઉપર નજર રાખવાની શરૂઆત કરી ત્યારે જઈને માલુમ પડ્યું કે, સાહેબને ચાર પાંચ યુવતીઓ સાથે લફરાં ચાલી રહ્યા છે. જે અંગે પરિવારમાં પણ પત્નીએ સાહેબની કરતૂતોની વાત જાહેર કરી દીધી હતી. પરિવારને સાહેબે ઉલ્ટી કહાની સંભળાવી સમજાવી દીધા. પરંતુ પત્નીને કોઈપણ ભોગે પતિને રંગેહાથ ઝડપી પાડવો હતો.
ત્યારબાદ પત્નીએ એક મિશન બનાવ્યું અને એ દિશામાં મહેનત કરવા લાગી, આખરે ટેકનોલોજીનો ઉપયોગ કરી લોકેશન ટ્રેક કર્યું તો માલુમ પડ્યું કે સાહેબ ગાંધીનગર અડાલજ પાસેના ફ્લેટમાં છે. આથી પરિવારજનોને પહેલા બોલાવી લીધા. પતિ કલાસ ટુ અધિકારી હોવાથી કોઈને કોઈ રીતે છટકી જશે એવું લાગતાં પત્નીએ 181 અભયમ મહિલા હેલ્પ લાઈનમાં પણ ફોન કરીને ટીમને અડાલજ પાસે બોલાવી. બાદમાં 181ની ટીમને પોતાની સઘળી કથની વર્ણવી હતી. જે પછીથી પત્નીએ મહિલા ટીમ સાથે ફ્લેટ ઉપર રેડ પાડતાં સાહેબ ઓફિસની યુવતી સાથે જ ઈલું ઈલું કરતાં રંગેહાથ ઝડપાઈ ગયા હતા. જો કે પછી તો યુવતીએ પણ સ્વીકાર્યું કે સાહેબ સાથે ત્રણેક મહિનાથી પ્રેમ સંબંધો છે. તે મારા માટે જ ફ્લેટમાં રહેવા માટે આવ્યા હોવાની કબૂલાત કરી. જેનાં કારણે સાહેબ પણ બધાની વચ્ચે ભોંઠા પડી ગયા હતા.