ગુજરાત સરકાર આપશે ખાલી 5 રૂપિયામાં ભોજન, હોમ ડિલિવરીની પણ છે સુવિધા, જાણો તમારા વિસ્તાર નજીક ક્યાં ખુલશે આ ફૂડ સેન્ટર

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

તમે બધાએ દિલ્હીના દાદીમાના રસોડા વિશે સાંભળ્યું જ હશે. દાદીમાના રસોડામાં માત્ર 5 રૂપિયામાં પેટ ભરેય જાઇ તેટલુ ભોજન મળે છે. આ જગ્યા પર ભોજન ખાતા લોકોની ભીડ છે. આવા જ એક સમાચાર ગુજરાતમાંથી આવી રહ્યા છે. ગુજરાત સરકારે નિર્ણય લીધો છે કે તેઓ 22 જગ્યાએ ફૂડ સેન્ટર ખોલશે. અહીં તમને માત્ર 5 રૂપિયામાં પેટ ભરેલું ભોજન મળશે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 8 ઓક્ટોબરે અમદાવાદમાં આ યોજનાનો પ્રારંભ કરશે. આ યોજનાનું નામ શ્રમિક અન્નપૂર્ણા યોજના છે. આ યોજના હેઠળ ગુજરાતના મજૂરો 22 ફૂડ સેન્ટર પર માત્ર 5 રૂપિયામાં ભોજન મેળવી શકશે.

પ્રાપ્ત માહિતી અનુસાર શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ શ્રમિકો અને તેમના પરિવારોને સરકાર દ્વારા રૂ.5માં ભોજન આપવામાં આવશે. આ ફૂડ સેન્ટર ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં ખોલવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે આવનારા સમયમાં આ ખાદ્ય કેન્દ્રો રાજ્યભરમાં ખોલવામાં આવશે. સરકારે નિર્ણય લીધો છે કે જ્યાં 50થી વધુ મજૂરો એક સાથે રહે છે ત્યાં ભોજનની હોમ ડિલિવરી પણ આપવામાં આવશે.


Share this Article