અંબાલાલ પટેલની આગાહી, ગુજરાતમાં વરસાદની કોઈ સંભાવના નહીં… પણ હવે અનુભવાશે ઠંડીનો ચમકારો

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

રાજ્યમાં હાલ ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઇ રહ્યા છે. ત્યારે ગુજરાતના હવામાન અંગે આગાહી કરતા જણાવવામાં આવ્યુ છે કે, રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળો છવાશે અને હવામાનમાં વધારે ફેરફાર થાય તેવી આશંકા સેવવામાં આવી નથી રહી.

અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ આજે બપોરે પોતાની આગાહી જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં વરસાદની સંભાવના નથી. આ સાથે રાજ્યના હવામાનમાં પણ વધારે ફેરફાર નહીં થાય. આ સાથે તેમણે જણાવ્યુ કે, આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારોના હવામાનમાં ફેરફાર નહીં આવે. જ્યારે કેટલાક વિસ્તારોમાં એકથી બે ડિગ્રી તાપમાન વધી શકે છે. આવતીકાલથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં રાતનું તાપમાન પણ બેથી ત્રણ ડિગ્રી વધવાની શક્યતા હોવાનું જણાવાયું છે.

અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ વધમાં જણાવ્યુ કે, હાલ અરબી સમુદ્રમાંથી ભેજ આવી રહ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં વાદળો પણ બની રહ્યા છે. હાલ ખેડા, આણંદ, વડોદરા, નર્મદા, સુરેન્દ્રનગર, રબીમાં વાદળો બની રહ્યા છે. અમદાવાદના હવામાન અંગે તેમણે જણાવતા કહ્યુ કે, ‘આજે અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી દિવસોમાં 16થી 17 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે.

ભૂપત ભાયાણીને ફોનમાં કોણે એવું તો શું કહ્યું કે ચાલુ વાતચીત પડતી મુકી એકી શ્વાસે ભગાણ થયું

ભૂપત ભાયાણી APPને અલવિદા કહીને કરશે કેસરિયા! લોકસભા પહેલા ગુજરાતમાં મોટી હલચલનો તખ્તો ઘડાયો!!

“વિસાવદરે તો AAPને વોટ આપ્યા હતા”.. ઇસુદાન ગઢવીએ વિસાવદરની જનતાની માગી માફી, કહ્યું હવે આવું નહીં થાય

જોકે, બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે કે, આજથી અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાશે. ડિપ ડિપ્રેશન સર્જાશે જેને કારણે 13 ડિસેમ્બરે ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. અત્યારે નબળા પશ્ચિમિ વિક્ષેપના કારણે નથી ઠંડી પડતી. 22 ડિસેમ્બરથી ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. જેને લઈ 28 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાશે.


Share this Article