Junagadh News: જૂનાગઢમાં હવે વિધીવત રીતે લીલી પરિક્રમાની શરૂઆત થઈ ગઈ છે અને ઘણા લોકો આ પરિક્રમાનો લૂપ્ત ઉઠાવવા માટે પણ ગયા છે. ત્યારે આ પરિક્રમાના રૂટ પર દિપડાની દહેશત જોવા મળી રહી છે અને એક બાળકીના અવસાનના પણ સમાચાર સામે આવી રહ્યા છે.આ સમાચાર મળતાની સાથે જંગલ વિભાગ પણ ત્યાં પહોંચીને બાળકીને શોધવાની તજવીજ હાથ ધરી હતી. જેમની તપાસમાં બાળકી મૃત હાલતમાં મળી આવી હતી. જોકે, આ દુર્ધટના બાદ બાળકીના પરિવારમાં ભારે આક્રોશનો માહોલ છવાયો છે.
લીલી પરિક્રમા રૂટ પર બાળકી પર દીપડાએ હુમલો કર્યો છે. બોરદેવી રાઉન્ડના બાવર કોટ વિસ્તારની ઘટના કહેવામાં આવી રહી છે. નાનકડી બાળકી પર આ દીપડાનો હુમલો હાલમાં લોકોમાં ફફડાટ ફેલાવી રહ્યો છે.
તો વળી દીપડાના હુમલામાં બાળકીનું મોત નિપજતા પરિવારજનો પણ ઘેરા આઘાતમાં જોવા મળી રહ્યા છે. મૃતક બાળકી વિશે એટલી માહિતી સામે આવી રહી છે કે તે અમરેલીના રાજુલાની નિવાસી હતી અને પરિવાર સાથે પરિક્રમમાં આવી હતી.