મોટા સમાચાર: ગુજરાતની પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલી અંગે સરકાર એક્શનમાં, પહેલી માર્ચે આવી જશે પાક્કા પાયે નિર્ણય

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

ઘણા સમયથી રાજ્યમા શિક્ષકોની બદલીનો વિવાદ ચર્ચામા રહ્યો છે. હવે આ મામલે સરકાર દ્વારા એમ મોટો નિર્ણય સામે આવ્યો છે. સરાકારે પ્રાથમિક શાળાના શિક્ષકોની અટકી પડેલી બદલી પ્રક્રિયા અંગે કામ શરૂ કર્યુ છે. આ સિવાય નવી ભરતીને લઈને પણ સરકાર એકશનમા છે.

શિક્ષકોની બદલીના નિયમમાં ફેરફાર થાય તેવી સંભાવના

આ અંગે આગામી 1લી માર્ચે ગાંધીનગરમા બેઠક થશે જેમા શિક્ષકોની બદલીના નિયમમાં ફેરફાર થાય તેવી સંભાવના છે. આ પહેલા પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલીના નવા ઘડાયેલા નિયમો સામે આવ્યા હતા.


હાલ 117 જેટલી પીટીશન પેન્ડિંગ

આ મામલો હાઈકોર્ટમા ગયો જેમા હાઈકોર્ટમાં જુદી-જુદી જોગવાઈઓમાં 250થી વધારે પીટીશન થઈ હતી. હાલ 117 જેટલી પીટીશન પેન્ડિંગ હોવાનુ સામે આવ્યુ છે. આ સાથે ગત 14મી ઓક્ટોબર 2022એ શિક્ષકોની બદલીને લઈને સુધારા ઠરાવ અંગે શિક્ષકોએ વાંધો ઉઠાવ્યો હતો જે બાદ આ ઠરાવમાં સુધારો લાવવા સરકારે કુલ 15 સભ્યોની કમિટી બનાવી છે જેમા શિક્ષણ વિભાગના સંયુક્ત સચિવ, ઉપસચિવ, સંયુક્ત શિક્ષણ નિયામક, નાયબ નિયામક, 7 ડીઈઓ-ડીપીઈઓ અને 4 ટીપીઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

નિચોવી નાખ્યાં: રોજની 82 લાખની ખોટ, 3,861 કરોડ રૂપિયાનું દેવું, AMTSને કંગાળ બનાવવામાં ખુદ ભાજપ અને AMCનો જ મોટો ફાળો

લગ્નમાં કરેલા કાંડ પછી ભાઈ વિરુદ્ધ કેસ નોંધાયો, હવે બાગેશ્વર બાબાએ આખરે તોડ્યું મૌન, કહ્યું- ‘જે જેવું કરશે એ એવું જ….’

શાબાશ ખજુરભાઈ: ગુજરાતમાં પ્રથમ વખત ગામડામાં જાહેર AC શૌચાલય ખૂલ્યું, સુવિધા જોઈ શહેરનો ચસ્કો ભાંગી જશે

મળતી માહિતી મુજબ ગત શુક્રવારે યોજાયેલી પ્રથમ બેઠક ગાંધીનગરમા હતી જેમાં સુજાવ આપવા કહેવાયુ હતુ. આ બાદ બીજી બેઠક ગાંધીનગરના GCERTની કચેરી ખાતે થશે જેમા સુધારા કરવા માટે લીગલ અભિપ્રાય જાણ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામા આવશે.


Share this Article