Gujarat News: તારીખ ૧૦ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ નીચી માંડલ મોરબી ખાતે આવેલ ભારતની સોલાર પેનલ બનાવનાર અગ્રણીત કંપની સાસા એનર્જી llp ખાતે એક ટેકનીકલ સેમીનારનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ગુજરાતના ૫૦ કરતા વધારે સોલારના ધંધા સાથે સંકળયેલા ઉદ્યોગપતિઓ જોડાયેલ હતા. આ સેમીનાર માં હાલ માં સોલાર એનર્જીની પોલીસી, નવી ટેકનોલોજી, સોલારના ઈંસ્ટોલેશન વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો, સાસા કંપનીની પેનલ બીજી કંપની કરતા કઈ રીતે અલગ છે જેવા વગેરે મુદ્દા પર ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી તેમજ ફેકટરી વિસિટનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાસા એનર્જી llp ના મેનેજિગ ડીરેક્ટર દિલીપભાઈ કગથરાના જણાવ્યા અનુસાર ભારત માં ૨૦૩૦ સુધી માં સરકાર દ્વારા ૫૦૦ ગીગાવોટ સોલાર પાવર સ્થાપિત કરવાનો લક્ષ્યાંક છે જેમાંથી હાલ સુધીમાં ૮૭ ગીગાવોટ સોલાર પાવર સ્થાપિત કરી ચુક્યા છીએ. આ લક્ષ્યાંકમાં વધુ યોગદાન આપી શકીએ એ માટે કંપની આગામી સમય માં એમની પ્રોડક્શન કેપેસીટીમાં વધારો અને ભારતભરમાં ડીલરોની નિમણુક કરવાનો લક્ષ્યાંક છે.