દિવાળીના સમયમાં વેકેશનમાં સુની પડી ગયેલી શાળાઓ થોડા સમયમાં પૂર્વવત બનશે. સાથે સાથે જે શાળાઓમાં શિક્ષકોની ઘટ હશે તે પૂરી કરવા માટે ગુજરાત સરકારે શિક્ષકોની ભરતી માટેની તૈયારીઓ કરી લીધી છે. ત્યારે તા.7/11/2024 થી 19/11/2024 સુધી ધો. 1 થી 5 અને ધો. 6 થી 8 ના શિક્ષકોની ભરતી માટે ની ઓનલાઈન કામગીરી શરૂ થયેલ છે.
શાળામાં બાળકો શિક્ષક વિહોણા ન રહે અને તેમને યોગ્ય શિક્ષણ મળી તેવા ઉમદા હેતુથી 13000 જેટલા વિદ્યાસહાયકોની ભરતી માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે. જેમાં દરેક જિલ્લા પર રિસિવિંગ સેન્ટર નિયત કરવામાં આવેલ છે જ્યાં ઉમેદવારે તેમના ફોર્મ સહિત જરૂરી દસ્તાવેજો જોડીને અસલ પ્રમાણપત્રો સાથે ખરાઈ કરવાની હોય છે. હાલતો સમગ્ર જિલ્લા મથક પરના નિયત રીસિવિંગ સેન્ટર ઉપર ઉમેદવારો ખૂબ મોટી સંખ્યમાં તેમનાં ફોર્મ જમા કરાવે છે જ પણ ગુજરાતની આર્થિક રાજધાની અને સૌથી વધુ સંખ્યા ધરાવતા અમદાવાદનાં રિસીવિંગ સેન્ટરની મુલાકાત લેતા કેટલીક હકારાત્મક બાબતો જાણવા મળી. આમતો સેન્ટરનો સમય સવારે 11.00 કલાક થી સાંજે 5.00 કલાક સુધી નિયત કરવામાં આવેલ છે.
અમદાવાદ સેન્ટર ઉપર આવતા બહોળા ઉમેદવારોને ધ્યાને લઇ તેમને અગવડ ન પડે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું. જેમાં રોજ સવારે કર્મચારીઓ સવારે નિયત સમય પહેલા રીસીવિંગ સેન્ટર શરૂ કરી દેવામાં આવે છે અને નિયત સમય કરતાં વધુ સમય સુધી એટલેકે દિવસના ટોકન ન પૂર્ણ થાય ત્યાં સુધી કાર્યરત રાખવામાં આવે છે. આ સેન્ટર માં ઉમેદવારને હાલાકી ન પડે અને પારદર્શકતા જળવાઈ રહે તેમજ સૌને સમાન ન્યાય મળે તે હેતુ થી ટોકન સિસ્ટમ અમલિકૃત કરવામાં આવી છે. જેમાં ઉમેદવારને ટોકન આપી તેમને તેમનો ક્રમ, તારીખ તેમજ કઈ વિન્ડો પર જવાનું છે તેનો સિક્કો મારીને તેમને જણાવવામાં આવે છે.
ત્યાર બાદ સતત સ્પીકર પર જાહેરાત કરી સૌને સાચું માર્ગદર્શન કરવામાં આવે છે. સહજ છે કે અમદાવાદ નું રિસિવીંગ સેન્ટર હોવાથી ખૂબ બહોળી સંખ્યામાં ઉમેદવારો અહી આવતા હોય છે ત્યારે તેમને અગવડ ન પડે તેવા ઉમદા હેતુથી સમગ્ર સેન્ટર કાર્યરત રહે છે સાથે સાથે આવનાર ઇચ્છુક ને તેમના પ્રશ્નોના ઉચિત ઉત્તર આપી તેમને માહિતગાર કરવામાં આવે છે જેમાં સરકારી કામ માં માનવીય અભિગમની સુવાસ વર્તાય છે.
જો તમારે 32 દાંત હોય તો રાજાની જેમ મળશે ત્રણેય લોકના સુખ! જાણો 28, 29 અને 30 વાળાનું શું થાય?
આજ સુધી આ સેન્ટર પર કુલ 1469 જેટલી માતબર સંખ્યામાં ફોર્મ જમા કરાવવામાં આવેલ છે.આ ક્રમ તા.19/11/2024 સુધી ચાલુ રહેવાનો છે અને ત્યાર બાદ સમગ્ર ગુજરાત રાજ્યની શાળાઓને તેમની શિક્ષકોની ઘટ મુજબ નિયમો અને મેરીટ અનુસાર યોગ્ય શિક્ષકો મળવાના છે.