આગાહી સાચી પડી: ગુજરાતમાં સવારથી વરસાદ શરૂ, જાણો ક્યા જિલ્લામાં ખાબક્યો, હવે નવરાત્રિ બગડવાનું પાક્કું!

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat weather forecast : રાજ્યમાંથી ચોમાસાની વિદાય બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે આગામી ત્રણ દિવસમાં રાજ્યમાં બે મહત્વના કાર્યક્રમો થવાના છે. આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે. 15મીથી નવરાત્રીનો પવિત્ર તહેવાર શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં ક્યાંકને ક્યાંક વરસાદથી રંગમાં ખલેલ ન પડે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. બીજી તરફ હવામાન વિભાગ કંઈક બીજી જ આગાહી કરી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.

 

અમરેલી જિલ્લામાં આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. દામનગર બાદ મોટા આકડીયા, છોટા આકડીયા, મોટા માચીયાળા, છોટા માચીયાળા, ચિતલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. અસહ્ય ગરમી અને ભેજ બાદ ભારે વરસાદ થયો છે. અસહ્ય ગરમી બાદ વરસાદી ઝાપટા ઠંડક આપે છે. લોકોને ગરમીથી રાહત મળી છે.

 

 

અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર, શુક્રવારે ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. 14 ઓક્ટોબરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થશે. જેના કારણે વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. આ કારણે 14થી 16 તારીખ વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. નવરાત્રીના રંગમાં પણ ખલેલ પડી શકે છે.

 

આ ઉપરાંત તેમણે કહ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર 14મીથી ઉત્તર પશ્ચિમ ભારતમાં જોવા મળી શકે છે. આ કારણે ઉત્તર પશ્ચિમ ગુજરાતમાં કેટલાક સ્થળોએ છુટોછવાયો વરસાદ પડી શકે છે. અમદાવાદમાં વરસાદની આગાહી કરતા તેમણે એમ પણ કહ્યું હતું કે, 14 અને 15 તારીખે અમદાવાદ જિલ્લામાં વરસાદ પડી શકે છે.

 

 

તેમણે એમ પણ કહ્યું કે 15થી 16 ઓક્ટોબર સુધી સામાન્ય વરસાદની સંભાવના રહેશે. હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 16 ઓક્ટોબરે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, સુરેન્દ્રનગરમાં મધ્યમ વરસાદની સંભાવના છે અને અન્ય જિલ્લાઓમાં પણ વાતાવરણ સૂકુ રહેશે. મહત્વનું છે કે, 15મીથી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે અને આ દિવસોમાં વરસાદની સંભાવનાને લઇને ખેલૈયાઓ ચિંતામાં છે.

 

શક્તિની પૂજા કરતી વખતે કળશ શા માટે રાખવામાં આવે છે? જાણો તેની સ્થાપનાની પદ્ધતિ અને નિયમો

અભિનેત્રીના પરિવારના અધધ 300 સભ્યો ઈઝરાયેલમાં ફસાયા, બહેન-જીજાની હત્યા બાદ સૌથી મોટો ખુલાસો

ભારતીય ક્રિકેટ બોર્ડનો અણઘડ વહીવટ: VIP ક્લચર હાવી થતા મધ્યમ વર્ગના ક્રિકેટ પ્રેમીઓને ટિકિટો ન મળતા નારાજ

 

આ ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું હતું કે જો 15 અને 16 ઓક્ટોબરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ પડશે તો નવરાત્રિ પણ શરૂ થઈ ગઈ હશે. જેના કારણે ખેલાડીનો રંગમાં ભંગ થવાની શક્યતા છે. આયોજકો પણ આ આગાહીથી ચિંતિત છે. તેમજ ચોમાસુ પાક પણ તૈયાર છે. આવી સ્થિતિમાં જો વરસાદ પડે તો ખેડૂતોના મોઢામાંથી કોળીયો છીનવાઈ શકે છે.

 

 

 


Share this Article