રાજ્યની આશા વર્કર અને ફેસિલિટેટર બહેનો માટે મોટા સમાચાર, સરકારે કર્યો પગારમા આટલા હજાર રૂપિયાનો વધારો, વનરક્ષકોની આ માંગો પણ સ્વીકારી

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

રાજ્યની આશા વર્કર મહિલાઓ પણ પોતાની માંગોને લઈને સરાકાર સામે મેદાન હતી. આ બાદ હવે સરકારે તેમની માંગ સ્વીકારી છે જે બાદ તેમણે પોતાનુ આંદોલન સમેટી લીધુ હોવાના સમાચાર છે. મળતી માહિતી મુજબ રાજ્ય સરકારે આશા વર્કર અને આશા ફેસિલિટેટરનો પગાર વધારો કર્યો છે.

આશા વર્કર્સના પગારમા 2500 રૂપિયા અને આશા ફેસિલિટેટરને 2000નો પગાર વધારો જાહેર કરાયો છે. આ પહેલા આશા ફેસિલિટેટરને પ્રતિ વિઝિટ ચુકવણી કરવામાં આવતી. હવે આશા વર્કર્સનો પગાર 8500 રૂપિયા અને આશા ફેસિલિટેટરને 6000 રૂપિયા પગાર મળશે. આ સિવાય તમામ કર્મીને દર વર્ષે 2-2 જોડી કપડા આપવામા આવશે.


આ સિવાય સરકારે વનરક્ષકની 12-13 જેટલી માંગણીઓ પણ સ્વીકારી લીધી છે. મળતી માહિતી મુજબ સરકારે રજાના દિવસે ફરજ બજાવનારા વન કર્મીઓને વધારાની રકમ આપવાઅનો નિર્ણય કર્યો છે. આ સિવાય વોશિંગ એલાઉન્સ ન હતું મળતું એ એલાઉન્સ પણ આપવાની વાત કહી છે.

આ અંગે માહિતી આપતા જીતુ વાઘાણીએ કહ્યું હતું કે વનરક્ષકની સાતમા પગાર પંચ સહિત 12-13 જેટલી માંગણીઓ સરકારે સ્વીકારી છે. આ સાથે અગાઉ ન મળતા હોય તેવા લાભો પણ આપવાનો નિર્ણય લેવાયો છે. કર્મચારીઓને લાભ મળે તે તેમનો અધિકાર છે. ગુજરાતની જનતા રાજકીય હાથા બને એમ નથી.


Share this Article