ચૂંટણી પહેલા રાજ્યમાં જામ્યો બદલીનો માહોલ, પોલીસ બેડા બાદ ગુજરાત સરકારે કરી 42 ડે.કલેક્ટરની બદલી, 26 મામલતદારોને અપાઈ બઢતી

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

ગુજરાતમા હવે ટુંક જ સમયામા વિધાનસભા ચૂંટણી યોજાવાની છે અને આ વચ્ચે રાજ્યમા સતત એક પછી એક ઉથલપાથલ મચી રહી છે. હવે જ્યારે ચૂટણીના થોડા દિવસો જ બકી રહ્યા છે ત્યારે સરકાર એક પછી એક મોટા નિર્ણયો લઈ રહી છે. રાજ્યમા નવેમ્બર મહિનામાં ચૂટણીની જાહેરાત બાદ આચરસંહિતા લાગુ થઈ જશે અને આ પહેલા હાલ રાજ્યમા બદલીનો માહોલ જામ્યો છે.


ફરી એકવાર સાગમટે 42 ડે.કલેક્ટરની બદલીના આદેશ આપી દેવામા આવ્યા છે. મળતી માહિતી મુજબ કાલે મહેસૂલ વિભાગે 42 ડેપ્યુટી કલેક્ટરના ટ્રાન્સફર જાહેર કર્યા છે. આ સિવાય 26 મામલતદારોના ડેપ્યુટી કલેક્ટર તરીકે પ્રમોશનના આદેશ પણ આપી દેવાયા હોવાના સમાચાર છે.

જાહેર કરાયેલી આ યાદી મુજબ વીસી. બોડાના, નેહા પંચાલ, યુએ.એસ. શુક્લા, મયુર પરમાર, સંજય ચૌધરી, કલ્પેશ ઉનડકટ અને જે.બી. બારૈયા સહિતના ડેપ્યુટી કલેક્ટરની બદલી કરવામા આવી છે.
Share this Article