હવામાન સૂકું અને ક્યાંક મેઘરાજાની ધબધબાટી, ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મગજ ગોટાળે ચડી જશે

Lok Patrika
By Lok Patrika
Share this Article

Gujarat Weather: હવામાન વિભાગે ગુજરાત (Gujarat) માટે નવી આગાહી કરી છે. શુક્રવારે રાજ્યના પાંચ દિવસના હવામાન અંગે આગાહી કરીને રાજ્યનું હવામાન સૂકું રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. ત્યારે આજે પણ ગરમી અને વરસાદ એકસાથે જોવા મળે તો કંઈ નવાઈ નહીં. સ્થાનિક ગરમી અને ભેજની અસરોના કારણે વાદળો બનવાથી વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. Click here for daily gujarati epaper

આગાહીમાં એવું પણ જણાવાયું છે કે કેટલાક ભાગોમાં લોકલ કન્વેક્ટિવિટીના લીધે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અમદાવાદમાં ફરી ગરમીનું પ્રમાણ વધવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યનું હવામાન પાંચ દિવસ સૂકું રહેવાની આગાહી કરી છે. મોટાભાગે ઉત્તર ગુજરાતના ભાગોનો સમાવેશ થાય છે. અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ ગુરુવારે રાજ્યના પાંચ દિવસના હવામાન અંગે આગાહી કરી હતી જેની હવે ચર્ચા કરવામાં આવી રહી છે.

આ આગાહીમાં તેમણે હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી હતી. તો વળી એકાદ જગ્યા પર લોકલ કન્વેક્ટિવિટીના કારણે વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં થંડર ક્લાઉડ બનવાની સંભાવનાઓ છે. હજુ પણ રાજ્યમાં આવી રહેલા પવનો પશ્ચિમી છે જે અરબી સમુદ્ર પર થઈને ભેજ લઈને આવી રહ્યા છે. આ સાથે તાપમાનમાં મોટા ફેરફારની સંભાવના નથી.

ધર્મગુરુઓને ધીરેન્દ્ર શાસ્ત્રીનો ખુલ્લો પડકાર! કહ્યું- બાગેશ્વર ધામની શક્તિ સામે કોઈ નહીં ટકી શકે, કારણ કે…

ગુજરાતના ઈતિહાસમાં આવું ક્યારેય નથી થયું, અંબાલાલની સૌથી ઘાતક આગાહી, એકસાથે બે-બે વાવાઝોડા સક્રિય થશે

ગુજરાતમાં ક્રૂરતાની પેલેપારનો કિસ્સો! પતિએ પત્નીનું અપહરણ કરી નગ્ન કરી, ઢોર માર માર્યો, બસ વાંક ખાલી આટલો હતો

વિભાગે અમદાવાદના હવામાન અંગે વાત કરી કે અમદાવાદનું તાપમાન આજે 40-41 ડિગ્રીની વચ્ચે રહેશે પરંતુ ક્યારેક કે પાંચ દિવસ દરમિયાન 42 ડિગ્રી સુધી પણ જઈ શકે છે. અમદાવાદમાં ગરમીનું પ્રમાણ વધવાની આગાહી કરવામાં આવી છે તેની સાથે તારીખ 4 અને 5 જૂન દરમિયાન યલો એલર્ટ આપવામાં આવ્યું છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly