ગુજરાતના હવામાન અંગે સારા સમાચાર, કોઈ વધારે ફેરફાર નહીં થાય, જો કે ગુજરાતના દરિયામાં થશે મોટી હલચલ, જાણો આગાહી

Desk Editor
By Desk Editor
Share this Article

gujarat news : હવામાન વિભાગે રાજ્યનું હવામાન સૂકું રહેવાની સંભાવના વ્યક્ત કરી છે, અને લોકલ કન્વેક્ટિવિટીની અસરના કારણે વરસાદ થવાની સંભાવના પણ વ્યક્ત કરી છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના ઉત્તર ભાગમાં તથા સૌરાષ્ટ્રમાં વરસાદ થયો હતો. જોકે, આગામી દિવસોમાં હવામાન સૂકું રહેવાની શક્યતાઓ જણાવવામાં આવી રહી છે. આ સાથે હવામાને દરિયામાં હલચલ થવાની સંભાવના લીધે માછીમારોને પણ સતર્ક રહેવાની ચેતવણી આપી છે.

અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ શુક્રવારે પાંચ દિવસની આગાહી કરીને હવામાન સૂકું રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. તેમણે આગળ કહ્યું કે પશ્ચિમી પવનોના કારણે  હવામાં ભેજનું  પ્રમાણ વધુ છે. અમદાવાદમાં લોકલ કન્વેક્ટિવિટીના કારણે વરસાદ થવાની સંભાવના છે. આ સાથે ગાંધીનગર સહિતના ભાગોમાં પણ વરસાદી છાંટા નોંધાયા હતા.

આગળ તેમણે કહ્યું કે દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર સર્ક્યુલેશન બનેલું છે, જેના કારણે ભેજ એકઠો થઈ રહ્યો છે, આ સાથે ગરમી પણ છે જેના લીધે લોકલ કન્વેક્ટિવિટી બનવાથી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની સંભાવના હવામાન વિભાગે જણાવી છે. ગુજરાતમાં 30-40 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના બતાવામાં આવી રહી છે. હવામાન વિભાગે ચક્રવાતની સંભાવના જણાવતા કહ્યું  છે કે, હાલની સંભાવનાઓને જોતા 5 જૂને દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં સર્ક્યુલેશન બનવાની શક્યતાઓ છે. જે 7 જૂન સુધીમાં લો પ્રેશરમાં પરિવર્તિત થઈ શકે છે.

અહીંના લોકો ઝાડા થવા માટે લોહી પીવે છે, સૌથી મોટા પેટવાળા વ્યક્તિને માનવામાં આવે છે અસલી હીરો

19 વર્ષની ‘કુંવારી’ છોકરી બની ગઈ ગર્ભવતી! કોઈ પુરૂષ સાથે નહોતા બાંધ્યા શારિરીક સંબંધ, કહ્યું- ભૂતે બનાવી પ્રેગ્નન્ટ!

આખરે શું છે 2 જૂનની રોટલીનું ઘેરાતું રહસ્ય, નસીબદારને જ કેમ મળે છે? તેનો અર્થ શું છે? અહીં જાણો બધી જ વાતો

ડૉ. મોહંતીએ જણાવ્યું કે ગુજરાતમાં 20 તારીખની આસપાસ ચોમાસું પહોંચવાની સંભાવના છે. ડૉ. મોહંતીએ જણાવ્યું કે, કેરળમાં ચોમાસું પહોંચ્યા બાદ તે મુંબઈ પહોંચે તે પછી ગુજરાત તરફ ધીમે-ધીમે આગળ વધશે. ગુજરાત માટે હજુ સમય છે. દેશના હવામાન વિભાગે કેરળમાં ચોમાસું 4 દિવસ મોડું પહોંચવાની સંભાવના વ્યક્ત કરી હતી. દેશમાં સામાન્ય રીતે પહેલી જૂને ચોમાસું પહોંચતું હોય છે.ગુજરાતનું તાપમાન આગામી 6 જૂન સુધીમાં વધવાની સંભાવના હોવાનું પણ સ્થાનિક હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Share this Article